સનાતન સંસ્થા વતી દાદર, કોપરખૈરણે અને થાણે સહિત સમગ્ર દેશમાં ૭૭ ઠેકાણે ભાવપૂર્ણ વાતાવરણમાં ‘ગુરુપૂર્ણિમા મહોત્સવ’ સંપન્ન !
મુંબઈ - ધર્મ, રાષ્ટ્ર અને ન્યાયના રક્ષણ માટે પ્રત્યેકે પોતાને સમર્પિત કરવા, એ જ ખરું ગુરુપૂજન ઠરશે. પ્રાચીન કાળથી પ્રત્યેક સમયે ધર્મની બાજુમાં ઊભા રહેનારાઓ કરતાં અધર્મી અને અન્યાય કરનારાઓની સંખ્યા અને શસ્ત્રબળ વધુ હતા; પરંતુ અંતિમ વિજય ધર્મનો જ થયો છે; કારણ કે ભગવાન અને ગુરુતત્ત્વના આશીર્વાદ ધર્મના રક્ષણ માટે કાર્યરત રહેલાઓ પર જ હોય છે. આજે પણ ગુરુતત્ત્વ સનાતન ધર્મના રક્ષણ માટે અને ભારતના ઉત્કર્ષ માટે કાર્યરત છે. તેથી પ્રત્યેકે રાષ્ટ્ર અને ધર્મના કાર્ય માટે પોતાને સમર્પિત કરવા આવશ્યક છે. ગુરુના આશીર્વાદ મેળવવા ધર્મની પડખે ઊભા રહો, એવું આવાહન સનાતન સંસ્થાના સૌ. ધનશ્રી કેળશીકરએ કર્યું. તેઓ ‘રાષ્ટ્ર અને ધર્મના રક્ષણ માટે સાધના અને યુદ્ધકાળમાંના કર્તવ્યો’ આ વિષય પર ગુરુવાર, ૧૦ જુલાઈ ૨૦૨૫ ના દિવસે કોપરખૈરણે ખાતે સંપન્ન થયેલા ગુરુપૂર્ણિમા મહોત્સવના પ્રસંગે માર્ગદર્શન કરી રહ્યા હતા. આ ઠેકાણે મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના ધારાશાસ્ત્રી સિદ્ધવિદ્યાએ પણ ઉપસ્થિતોને માર્ગદર્શન કર્યું. આ વર્ષે ગુરુપૂર્ણિમા મહોત્સવ દાદર, કોપરખૈરણે, થાણે, ડોંબીવલી, બદલાપુર, પનવેલ અને ઉરણ સહિત સમગ્ર દેશના ૭૭ ઠેકાણે ભાવપૂર્ણ વાતાવરણમાં ઊજવવામાં આવ્યો.
દાદર ખાતે યોજાયેલા ગુરુપૂર્ણિમા મહોત્સવમાં લેફ્ટનંટ કર્નલ મનોજ કુમાર સિન્હા (સેવાનિવૃત્ત)એ જણાવ્યું કે, ‘બધા દેવતાઓના હાથમાં શસ્ત્ર છે. આપણે ધર્મયોદ્ધા બનવું જોઈએ. આવનારી પેઢી ‘અભિમન્યુ’ છે. અભિમન્યુની જેમ ધર્મરક્ષણ માટે લડનારા હિંદુઓની ભાવિ પેઢીને પાલકરૂપી પાંડવોએ ધર્મનું પૂર્ણ જ્ઞાન આપવું જોઈએ. જેથી હિંદુઓની ભાવિ પેઢી અભિમન્યુની જેમ ધર્મલડાઈમાં બલિ ન ચઢે. આપણી ભાવિ પેઢીને યોગ્ય સંદેશ આપવાનો છે. હિંદુઓની શક્તિ, બુદ્ધિ અને વિદ્યાનો સંગઠિત સમૂહ બનાવવો જોઈએ, તેને રણનીતિ અને ભક્તિનો સાથ આપવો જોઈએ.’ આ સમયે પિતાંબરી ઉદ્યોગ સમૂહના વ્યવસ્થાપકીય સંચાલક શ્રી. રવીંદ્ર પ્રભુદેસાઈએ પણ માર્ગદર્શન કર્યું.
થાણે ખાતેના મહોત્સવમાં હિંદુ વિધિજ્ઞ પરિષદના રાષ્ટ્રીય સચિવ ધારાશાસ્ત્રી સંજીવ પુનાળેકરે માર્ગદર્શન કરતી સમયે જણાવ્યું કે, ‘જગદ્દગુરુ ભગવાન શ્રીકૃષ્ણની જેમ આજના સમયમાં સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ સદ્દગુરુ ડો. જયંત આઠવલેજીએ સાધકોને ગુરુકૃપાયોગ સાધનાનો માર્ગ બતાવીને માનવજન્મનો ઉદ્ધાર કરવાનો માર્ગ દર્શાવ્યો છે. સનાતન સંસ્થા સંસ્કાર ઘડનારું સંગઠન છે અને વધુમાં વધુ હિંદુઓએ આ માધ્યમ દ્વારા સાધના કરીને પોતાનો ઉદ્ધાર કરી લેવો જોઈએ.’
પનવેલ ખાતેના મહોત્સવમાં હિંદુ જનજાગૃતિ સમિતિના શ્રી. સુનિલ કદમે સંબોધિત કરતી સમયે જણાવ્યું કે, ‘આજે સમગ્ર વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધની તલવાર ટંગાઈ રહી છે. દેશ અંતર્ગત પણ પહેલગામની જેમ જ રમખાણો, ‘ફેક નેરેટિવ્ઝ’, લવ જેહાદ, લેંડ જેહાદ કરીને હિંદુઓને લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા છે. હિંદુઓએ સાધના કરીને પોતાની આધ્યાત્મિક શક્તિ વધારવી જોઈએ અને અધર્મ વિરુદ્ધ સક્રિય થવું જોઈએ.’
વિવિધ સ્થળોએ યોજાયેલા મહોત્સવોનો પ્રારંભ શ્રી વ્યાસપૂજન અને પ.પૂ. ભક્તરાજ મહારાજજીની પ્રતિમાપૂજનથી થયો. સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડો. જયંત આઠવલેજીના સંદેશનું વાંચન કરવામાં આવ્યું. ‘સનાતન રાષ્ટ્ર શંખનાદ’ આ વિષય પર પ્રેરણાદાયી વિડિઓ પ્રસારિત કરવામાં આવ્યો. રામરાજ્યની સ્થાપના માટે સંકલ્પ અને સામૂહિક નામજપયજ્ઞ કરવામાં આવ્યો. આ સમયે સ્વરક્ષાના પ્રત્યક્ષ નિદર્શન દર્શાવવામાં આવ્યા. ધર્મ, અધ્યાત્મ, સાધના, બાળસંસ્કાર, આચારધર્મ, આયુર્વેદ, પ્રાથમિક સારવાર, સ્વરક્ષણ, રણરાગિણી, હિંદુ રાષ્ટ્ર ઇત્યાદિ વિષયો પર ગ્રંથપ્રદર્શન અને ફલક પ્રદર્શન લગાવવામાં આવ્યા હતા. દાદર ખાતેના મહોત્સવમાં માન્યવર વક્તાઓના હસ્તે સનાતન સંસ્થા દ્વારા પ્રકાશિત ‘ભગવાન શિવ કી ઉપાસના કા અધ્યાત્મશાસ્ત્ર’ આ ઇ-બુકનું પ્રકાશન કરવામાં આવ્યું.
શિવકાલીન શસ્ત્રપ્રદર્શન : દાદર અને થાણે ખાતેના ગુરુપૂર્ણિમા મહોત્સવોમાં શિવકાલીન શસ્ત્રોનું દુર્લભ પ્રદર્શન લગાવવામાં આવ્યું. આ ઐતિહાસિક અને પ્રેરણાદાયી પ્રદર્શનનો મુંબઈની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સહિત સેંકડો હિંદુઓએ લાભ લીધો.
ઓનલાઈન ગુરુપૂર્ણિમા મહોત્સવ : સનાતન સંસ્થા વતી ગુજરાતી, હિન્દી, મરાઠી, તમિલ અને મલયાલમ ભાષાઓમાં ઑેનલાઈન ગુરુપૂર્ણિમા મહોત્સવોનું આયોજન કરવામાં આવ્યું. દેશ-વિદેશના હજારો દર્શક અને હિંદુ ભાવિકોએ તેનો લાભ લીધો.
આપનો નમ્ર,
શ્રી. અભય વર્તક
પ્રવક્તા, સનાતન સંસ્થા
સંપર્ક ક્રમાંક : 9987922222