કલ્યાણ પશ્ચિમના નેતા સામાજિક કાર્યકર જતીન પ્રજાપતિ સેંકડો સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
ભાજપ પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ કલ્યાણમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસ ગ્રહણને દૂર કરવા માટે અહી ભાજપ મેયર જરૂરી છે. તેઓ કલ્યાણ અને અન્ય ઘણા પક્ષોના પીઢ સામાજિક કાર્યકરો સાથે જતીન પ્રજાપતિના ભાજપમાં પ્રવેશ નિમિત્તે આયોજિત એક સમારોહમાં બોલી રહ્યા હતા.
આ દરમિયાન, સામાજિક કાર્યકર જતીન પ્રજાપતિ આજે તેમના સેંકડો સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. કલ્યાણ પશ્ચિમના મહાજનવાડી હોલ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ, ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી કપિલ પાટિલ, જિલ્લા પ્રમુખ નંદુ પરબ, જયેષ્ઠ નેતા જગન્નાથ પાટીલ, વરુણ પાટીલ, અને અન્ય વરિષ્ઠ ભાજપ નેતાઓની હાજરીમાં પાર્ટી પ્રવેશ સમારોહ યોજાયો હતો.
જતીન પ્રજાપતિ કલ્યાણના સામાજિક અને રાજકીય વર્તુળોમાં એક મોટું નામ છે અને છેલ્લા બે દાયકાથી તેમણે પોતાના કાર્ય દ્વારા એક અલગ ઓળખ બનાવી છે. પ્રજાપતિએ 2010 અને 2015માં અપક્ષ ઉમેદવાર તરીકે કલ્યાણ ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પણ લડી હતી. જોકે, તેમને માત્ર થોડા મતોના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
જોકે, તે પછી પણ તેમણે નિરાશ થયા વિના અસ્તિત્વ પ્રતિષ્ઠાન દ્વારા પોતાનું સામાજિક કાર્ય ચાલુ રાખ્યું. પરિણામે, તેમના સામાજિક કાર્ય, તેમની પાછળ યુવાનોની મોટી સેના અને શહેરમાં પ્રચંડ જનસંપર્કને ધ્યાનમાં રાખીને, ભાજપ દ્વારા તેમને પક્ષમાં લેવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે રવિન્દ્ર ચવ્હાણની નિમણૂક પછી, આ પ્રક્રિયાને વેગ મળ્યો અને આખરે આજે જતીન પ્રજાપતિનો ભાજપમાં પ્રવેશ થયો.
આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણ, વરિષ્ઠ નેતા જગન્નાથ પાટીલ, પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી કપિલ પાટીલ, ધારાસભ્ય સુલભા ગાયકવાડ, રાજ્ય મહિલા ગઠબંધન સચિવ પ્રિયા શર્મા, જિલ્લા પ્રમુખ નંદુ પરબ, પૂર્વ શહેર પ્રમુખ વરુણ પાટીલ, પ્રેમનાથ મ્હાત્રે, મંડલ પ્રમુખ રિતેશ ફડકે, સ્વપ્નિલ કાઠે, અમિત ધાક્રસ, સહિત અનેક મહાનુભાવો, વેપારી સંસ્થાઓ, ગુજરાતી, મારવાડી, તથા મરાઠા સમુદાયના આગેવાનો, અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.