Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ચોમાસાની આપત્તિ સામે લડવા કડોમપા તૈયાર

કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા આયુક્ત અભિનવ ગોયલની પત્રકાર પરિષદમાં ખાત્રી 

આવનારા ચોમાસા સમયે કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા વિસ્તારમાં આવનારી આપત્તિ સામે લડવા મહાનગરપાલિકાએ તમામ પ્રકારની વ્યવસ્થા કરી તૈયાર હોવાનું મહાનગરપાલિકા આયુક્ત અભિનવ ગોયલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. મહાનગરપાલિકા એ તમામ વોર્ડમાં સ્વતંત્ર અધિકારી નિમી આપત્તિ વ્યવસ્થાપનની વ્યવસ્થા કરી છે. શહેરમાં ચોમાસા દરમિયાન ક્યાય પાણી ભરાશે, વૃક્ષ, ઈમારત પડશે તેમજ અન્ય કોઈ આપત્તિ કે બનાવ બને  તેને પહોંચી વળવા માટે વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું હતું કે આ સમયે વિજળી વિભાગ, પોલીસ તેમજ મહાનગરપાલિકાના આરોગ્ય અને સફાઈ વિભાગના કામદારોને તૈયાર રાખવામાં આવશે, આ શિવાય કોઈ અઘટીત બનાવ બને તો તેને પહોંચી વળવા વોર્ડમાં સંક્રમણ શિબિર, તેમજ અસરગ્રસ્ત નાગરિકોને રહેવા તથા જમવાની વ્યવસ્થા મહાનગરપાલિકા કરી આપશે અને આ કામોમાં કેટલાક એન.જી.ઓ.નો સહકાર લેવામાં આવશે એવું ગોયલે આ પ્રસંગે કહ્યું હતું.


આ શિવાય મહાનગરપાલિકા કમિશનર અભિનવ ગોયલે કહ્યું કે ચોમાસા પહેલા મહાનગરપાલિકા ક્ષેત્રમાં ધોખાદાયક,અતિ ધોખાદાયક ઈમારતોને નોટિસો આપવામાં આવી છે અને કેટલીક જજૅરીત ઈમારતો ખાલી કરવામાં આવી છે જેથી કરીને ચોમાસામાં કોઈ હોનારત ન બને તેની કાળજી લેવામાં આવી છે.

વધુમાં કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા મુખ્યાલયમાં ચોવીસે કલાક આપત્તિ વ્યવસ્થાપન પર દેખરેખ રાખવા માટે અધિકારી નિમી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમયે શ્રી ગોયલે જણાવ્યું કે આ વખતે કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા માટે એક એન. ડી. આર. એફ ની ટીમ આવી છે તે ચોમાસા દરમિયાન મહાનગરપાલિકાના વિસ્તારમાં કાર્યરત રહેશે.

આ સમયે મનપા કમિશનર ગોયલે કહ્યું કે મહાનગરપાલિકા વિસ્તારમાં શૈક્ષણીક દરજ્જો સુધારવા સ્પર્ધાઓ તેમજ મહાનગરપાલિકા દ્વારા પાંચ સેમી અંગ્રેજી શાળા શરૂ કરવામાં આવનાર છે.

 આ સિવાય તેમને કહ્યું કે મહાનગરપાલિકાના સામાન્ય પ્રશાસન વિભાગ દ્વારા ૪૯૦ પદો ભરવામાં આવનાર છે તે માટે મહાનગરપાલિકાની વેબસાઈટ પર આ પદોની મર્યાદા, તેનું સિલેક્શન તેમજ તેના માટેની શૈક્ષણિક લાયકાત વિગેરે ની વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ તમામ ઓનલાઈન ફોર્મ દ્વારા ભરવાનું રહેશે. આ બાબતે કોઈપણ જાતની લોભામણી લાલચ માં ન આવતાં આ બાબતે મહાનગરપાલિકા નોજ સંપર્ક કરવો એવું આવાહન કમિશનર એ આ પ્રસંગે કર્યું હતું. 

આ સમયે પત્રકારોએ પુછેલા પ્રશ્ર્નો ના ઉત્તરો કમિશનરે આપ્યા હતા. આ સમયે એડી.કમિશ્નર હષૅલ ગાયકવાડ, શિક્ષણ વિભાગના અધિકારી પ્રસાદ બોરકર, સિટી ઈજનેર અનિતા પરદેશી, વંદના ગુળવે, અજય જાધવ વિગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads