ડોમ્બીવલી વેસ્ટ ના રેલ્વે સ્ટેશનનો કાયા પલટ થશે આ વેસ્ટ અને ઈસ્ટ પરિસરનું સુશોભિકરણ કરવામાં આવ્યું છે આ સુશોભિકરણ નું ઉદઘાટન મંત્રી શ્રી રવીન્દ્ર ચૌહાણના હસ્તે શુક્રવારે સંપન્ન થયું હતું.
રેલવે સ્ટેશન પરિસરમાં અગાઉ અનેક અતિક્રમણો થઈ ગેરકાયદે લોટરીની કેબીનો અને ગંદકીનુ સામ્રાજ્ય હતું સરકારી અધિકારીઓ ઓએ અહીંના લોકોના સાથ સહકારથી તેને હટાવી સુંદર એવો રસ્તો તૈયાર કર્યો હતો. રસ્તાની રેલવે સ્ટેશન તરફ દિવાલમાં ડોમ્બિવલીના વિકાસમાં જેઓએ યોગદાન આપેલ છે એવા પ્રતિષ્ઠિત સાહિત્ય અને કલાકારો સહિત અન્ય વ્યક્તિઓની જાણકારી સાથે એ દીવાલનું સુશોભિકરણ કરવામાં આવ્યું છે.
આ રેલવે સ્ટેશન ના સુશોભિકરણથી ડોમ્બિવલી શહેરના નાગરિકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે અને આ શહેર ઐતિહાસિક બનશે આ પ્રસંગે મંત્રી શ્રી રવિન્દ્ર ચવાણે ઉપસ્થિત નાગરિકોને સંબોધતા શહેરના વિકાસ કાર્યોની પણ જાણકારી આપી હતી સાથે સાથે ડોમ્બીવલી મહાનગરપાલિકાના નગર સેવક શૈલેષ ધાક્રસ, વિકાસ મ્હાત્રે, વિશ્ર્વદિપ પવાર, ભાજપા જીલ્લા અધ્યક્ષ નાના સૂર્યવંશી, પૂર્વ અધ્યક્ષ શશિકાંત કામલે, મંચ પર ઉપસ્થિત હતા.