રાજ્યમાં શુક્રવારથી સર્વત્ર એકલ વપરાશના પ્લાસ્ટિક પર બંધી ફરમાવવામાં આવી છે.આ બાબતે પ્રભાવીપણે કાયૅવાહી કરવાનો કલ્યાણ ડોમ્બિવલી મહાપાલિકાના પ્રભારી કમિશનર રાજા દયાનીધીએ આપ્યો છે. કડોમપા ની હદમાં ૧૫ જુલાઈ ૨૦૧૭ થી આ બંધી લાગૂ કરી છે. પરંતુ કડક કાર્યવાહીના અભાવે આ બાંધીને કોઈ ગણતરી માં લેતુ નથી તેવુ જોવા મળે છે. માર્કેટ પરિસરમાં છૂપી અને ખૂલ્લી રીતે પ્લાસ્ટિકનો થઈ રહેલો વપરાશ અને ઠેક ઠેકાણે રસ્તા પર પડેલા કચરામાં પ્લાસ્ટિકની થેલીઓ પડેલી જણાય છે હવે પછી સતત પ્રભાવી કાયૅવાહી થશે કે ? આ બાબતે શંકા છે. એકલ પ્લાસ્ટિક ઉત્પાદન કરનારા કારખાના ઓના વિરોધમાં કાયૅવાહી કરો તોજ પ્લાસ્ટિક બંધી સફળ થશે એવો પયૉવરણ પ્રેમીઓનો મત છે.
રાજ્ય સરકારએ પ્લાસ્ટિક બંધી લાગૂ કરતાં ૯ સ્થળે પ્લાસ્ટિક સંકલન કેન્દ્ર શરૂ કર્યા તે હાલમાં બંધ છે કડોમપાના ઘનકચરા વ્યવસ્થા વિભાગનો ચાજૅ રામદાસ કોકરેએ લેતા અમલ બજવણીની શરૂઆત થઈ હતી.છૂપી રીતે દુકાનમાં, માર્કેટમાં ગ્રાહકોને થેલીઓ આપવામા આવી રહી છે.
કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે એકલ પ્લાસ્ટિક વપરાશ, ઉત્પાદન તેમજ વેચાણ પર બંધી છે. પ્રથમ વખત ગુનો કરતાં પાંચ હજાર, બીજી વખત ગુનો કરતાં ૧૦ હજાર,અને ત્રીજી વખત ગુનો કરતાં ૨૫ હજાર નો દંડ અને ત્રણ મહિના જેલ આ પ્રમાણે દંડ ની આકારણી કરવામાં આવશે એવી ચેતવણી મનપાએ આપી છે. શુક્રવારે, શનિવારે અને રવિવારે કલ્યાણ રેલ્વે સ્ટેશન, મહમદ અલી ચૌક, છત્રપતિ શિવાજી મહારાજ ચૌક પરિસરમાં ના ફેરીયા, શાકભાજી,ફળ વેચનાર તેમજ કેટલાક દુકાનો મા એકલ પ્લાસ્ટિક નો વપરાશ શરુ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ડોમ્બિવલી રેલ્વે સ્ટેશન,બાજીપ્રભુચૌક, પાટકર રોડ,મધુબન ટોકીઝ પરિસરમાં ફુલવાળા, ભાજીવાળા,કટલરી વાળા તથા કેટલાક દુકાનો મા આ બંધીનો ભંગ કરનારા જણાઈ આવ્યા છે.
એકલ પ્લાસ્ટિક ઉત્પાદન કરનારા કારખાના પર કાર્યવાહી કરવી જરૂરી છે તોજ આ બંધી સફળ થઈ શકશે. મનપા હદમાં ૨૦૧૭ થી બંધી લાગૂ છે પરંતુ પ્રભાવી કડક કાર્યવાહીના અભાવે પ્લાસ્ટિકનો બિન્દાસ વપરાશ શરુ છે.એવુ પયૉવરણ પ્રેમી વિજય ભોંસલે એ જણાવ્યું.


