થાણા જિલ્લાની સર્વ ૪૩૧ ગ્રામ પંચાયતોમાંના ગ્રામીણ,દૂગૅમ ભાગોમાંના ગામ વાડાઓમાં ઈન્ટરનેટ કનેક્શન આપવા માટે કેન્દ્ર સરકારે ભારત નેટ ગ્રામ પંચાયત ઉપક્રમ હાથ ધર્યો હતો. જીલ્લામાં અત્યાર સુધીમાં ફક્ત ૩ ગ્રામ પંચાયતોમાં આ ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.આ ઈન્ટરનેટ સુવિધાઓના કામો જીલ્લામાંના મહામાગૅ, સમુદ્રી મહામાગૅ,બીએમસીના પાઈપલાઈનની જગ્યા, વનવિભાગ, વિગેરે અડચણોને લીધે કામો અટવાયા છે.
જીલ્લામાની ૩૦૯ ગ્રામ પંચાયતોમાં આપણી સરકાર સેવા કેન્દ્ર મંજૂર કરેલા છે. તેને ધ્યાનમાં લેતાં આ ગ્રામ પંચાયતોમાં ઈન્ટરનેટ કનેક્શન જોડવાનો ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે. માર્ચ આખર સુધી ૧૨૨ ગ્રામ પંચાયતોમાં ઑપ્ટીકલ ફાયબર કેબલથી જોડાયા છે તે પૈકી ફક્ત ત્રણ ગ્રામ પંચાયતોમાં ઈન્ટરનેટ સુવિધા મળી છે.બાકી ગ્રામ પંચાયતોમાં મુંબઈ મહાનગરપાલિકાની પાણીની પાઈપ લાઈન પરિસરમાંની જગ્યા સહિત વનવિભાગ, રાષ્ટ્રીય મહામાગૅ અને હાલમાં શરુએવા સમુદ્રી મહામાગૅના કામોની અડચણો આ ઈન્ટરનેટ કનેક્શન સુવિધાઓ આપવામાં આવે છે.તેથી જીલ્લાનીઆ સર્વ ગ્રામ પંચાયતો નેટ કનેક્શન સુવિધાઓ થી અત્યાર સુધી વંચિત રહી છે.
ઈન્ટરનેટ સુવિધાઓ માટે જીલ્લાની ૪૩૧ ગ્રામ પંચાયતોની નિવડ કરવામાં આવી હતી.કેટલક વર્ષ પહેલાં આ પ્રકલ્પ ની શરૂઆત થઈ છે પરંતુ હજુ આ સુવિધાના કામો ગોકળગતીએ ચાલી રહ્યા છે તેથી ગ્રામીણ જનતા આ સુવિધા ઓથી વંચિત છે.
જીલ્લાની ૩૦૯ ગ્રામ પંચાયતોના આ કામમાં વિવિધ અડચણો નો સામનો કરવો પડે છે હાલમાં પાર પડેલી દિશા સમિતિની બેઠકમાં આ બહાર આવ્યું હતું. આ વિવિધ સમસ્યાઓનો ઉકેલ લાવી ગામવાડાઓને ઈન્ટરનેટ સેવા પુરી પાડવાનો વિચાર અધિકારીઓ એ દિશા બેઠક માં વ્યક્ત કર્યો.
જીલ્લામાં ૧૨૬ વન વિભાગ,૧૪ રાષ્ટ્રીય મહામાગૅ,૨૯ મધ્ય રેલવે, ૧૩ બૃહદ મુંબઈ મહાનગરપાલિકા ,૮ ગ્રામ સડક રસ્તા,૨ સ્થળે સમુદ્રી મહામાગૅની અડચણો હોવાનું બેઠકમા બહાર આવ્યું હતું.



