થાણા જિલ્લામા આ વખતે એક લાખ ૧૩ હજાર ૮૨૫ વિદ્યાર્થીઓ દસમા ધોરણમાં પાસ થયા છે.આ વિદ્યાર્થીઓ કરતાં વધુ જગ્યાઓ આ વખતે ૧૧મી પ્રવેશ માટે ઉપલબ્ધ છે.જીલ્લામાની ૪૦૧ કનિષ્ઠ મહા વિદ્યાલયોમાં એક લાખ ૨૯ હજાર ૧૦ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે તેમાં સૌથી વધુ વાણીજ્ય (કૉમસૅ) ફેકલ્ટીમાં ૬૨ હજાર ૭૮૦ સીટો હોઈ તેની સાથે સાથે વિજ્ઞાન (સાયંન્સ) ફેકલ્ટીમાં ૪૪ હજાર ૮૮૦ સીટો પ્રવેશ મેળવવા મંજૂર કરેલ છે.
જીલ્લામાં દસમુ ધોરણ પાસ કરનાર વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશ મેળવવા માટે વેબસાઈટ શરૂ કરી છે. પરંતુ વિદ્યાર્થીઓને ફેકલ્ટી પ્રમાણે કુલ ઉપલબ્ધ સીટોનો અંદાજ આવતો નોહતો તેથી તેમને ઓનલાઇન પ્રવેશ અરજી દાખલ કરવામાં અડચણ પડતી હતી પરંતુ હવે જીલ્લા માં હવે એક લાખ ૨૯ હજાર ૧૦ સીટો ૧૧ મી પ્રવેશ માટે ઉપલબ્ધ હોવાનું સ્પષ્ટ થયું છે તેમાં સૌથી વધુ પસંદગીને ધ્યાનમાં લેતાં આ વખતે વાણિજ્ય શાખામા ૬૨ હજાર ૭૮૦ સીટો માટે પ્રવેશ મેળવી શકશે તેની નિચે સાયંન્સ ફેકલ્ટીમાં ૪૪ હજાર ૮૮૦ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.
કલા (આર્ટ્સ) ફેકલ્ટીમાં ૨૦ હજાર ૪૨૦ સીટો માટે વિધાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. જ્યારે એચ.એસ. વ્હી.સી.શાખા માટે સૌથી ઓછી એટલે ચાર હજાર ૬૫૫ સીટો માટે વિધાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. આ વખતે પ્રથમ પાસ થયેલ વિદ્યાર્થીઓ કરતાં પ્રવેશ મેળવવાની ક્ષમતા વધુ સીટો ને મંજૂરી આપી છે તેમાં ભિવંડી ગ્રામીણનો સમાવેશ કરવથી પ્રવેશ મેળવવાની સીટો વધી હોવાનું જાણવા મળ્યું છે
જ્યારે દસમીની પુરવણી પરિક્ષામા પાસ થયેલા વિદ્યાર્થીઓના અંદાજને ધ્યાનમાં રાખીને જીલ્લામાંના ૧૧ મી પ્રવેશ ક્ષમતાની સીટો માં વધારો કર્યો છે.
જીલ્લાની થાણા મનપા વિસ્તારમાં ૯૭,નવી મુંબઈ માં ૬૨, કલ્યાણ ડોમ્બિવલી માં ૮૪,મીરા ભાયંદર માં ૩૭, ભિવંડી મનપા ૩૪, ભિવંડી ગ્રામીણ ૨૯, તથા બદલાપુર, અંબરનાથ, ઉલ્લાસ નગર મળી ૫૮ મહાવિદ્યાલય આવેલ છે.


