Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ડોમ્બિવલીમાં ઈનોવા કારમાંથી ૨૭૨ કિલો ગાંજો જપ્ત; બે તસ્કરો ઝડપાયા.

ડોમ્બિવલીની માનપાડા પોલીસે ૨૭૨ કિલો ગાંજો જપ્ત કર્યો છે.આ સાથે  બે તસ્કરો ને પકડી હાથકડી લગાવવામાં આવી છે.  ફૈઝલ ​​ફારૂક ઠાકુર (ઉંમર ૨૧, રહે. મઝગાંવ, મુંબઈ), તથા મોહમ્મદ આતિફ હફીઝ ઉલ્લાહ અંસારી (ઉંમર ૩૨, રહે. ગેબીનગર, ભીવંડી) આ બંન્ને પકડાયેલા તસ્કરોના નામ છે. માનપાડા પોલીસને બાતમી મળી હતી કે ગાંજાનો વેપાર કરવા તસ્કરો આવવાના  છે.  તે માહિતીના આધારે, સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શેખર બગડેના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ નિરીક્ષક અનિલ ભીસે અને પોલીસ ટીમે ફિલ્મી સ્ટાઈલમાં છટકું ગોઠવ્યું હતું. ૧ જુલાઈના રોજ એક કારમાં બે તસ્કરો ગાંજો વેચવા આવવાના હોવાની પાકી ખબરને લીધે પોલીસ એલર્ટ હતી. ડોમ્બિવલી પૂર્વમાં ઉંબર્લી ગામે એક ઇનોવા કાર રોડ પર શંકાસ્પદ રીતે પાર્ક કરેલી મળી આવી.  ત્યારબાદ પોલીસ ટીમે ઈસમની તેમજ કારની તલાશી લેતા અલગ અલગ પ્લાસ્ટિકની થેલીઓમાં ૨૭૨ કિલો ગાંજો મળી આવ્યો હતો.આ ગાંજાને વિવિધ ભાગોમાં  વેચવા લવાયો હતો.


૪૭ લાખ ૭૬ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આ કેસમાં માનપાડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.  ફૈઝલ ​​ફારૂક ઠાકુર અને મોહમ્મદ આતિફ હફીઝ ઉલ્લાહ અન્સારીના વિરોધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી.  તસ્કરો પાસેથી ગાંજો, એક ઈનોવા કાર અને આઠ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા તસ્કરો મુંબઈ, થાણે, નવી મુંબઈ, કલ્યાણ અને ડોમ્બિવલી વિસ્તારોમાં રહેતા આરોપીઓને ગાંજો વેચતા હતા.આ ગાંજો ઓડિશાથી ડોમ્બિવલી લાવવામાં આવ્યો હતો.  અગાઉ મનપાડા પોલીસે ધુલેના જંગલમાં ઉગાડવામાં આવેલ સેંકડો કિલો ગાંજો જપ્ત કર્યો હતો.  પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ડોમ્બિવલી, કલ્યાણ વિસ્તારમાં કોલેજના વિદ્યાર્થીઓને ગાંજો વેચવામાં આવતો હતો એવી એસીપી સુનિલ કુરાડેએ માહિતી આપી કહ્યું કે હવે ગાંજાની દાણચોરીનું કનેક્શન ઓડિસા રાજ્યમાં છે, પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads