ચોમાસા પહેલા દરવર્ષે કલ્યાણ ડોમ્બિવલી મહાનગર પાલિકા તરફથી શહેરમાંની ધોખાદાયક ઈમારતોની યાદી જાહેર કરવામાં આવે છે. અતિ ધોખાદાયક ઈમારતોમાં રહેલા નાગરિકોને સ્થળાંતર કરવાની નોટિસ મોકલવામાં આવે છે. એકાદ ધોખાદાયક ઈમારત અથવા ચાલીનો ભાગ તુટી પડતાં તુરંત સંબંધિત બાંધકામ પાડવા સંદર્ભે પ્રશાસનની કાયૅવાહી શરુ કરાય છે.પુરતી સગવડોના અભાવે રહેવાશીઓ ના બેહાલ થાય છે.શહેરમાના આવા બાંધકામોનો પુનરવિકાસ કરવો શક્ય બનાવવા માટે રાજ્ય સરકારે ક્લસ્ટર યોજના ડિસેમ્બર ૨૦૨૦મા માન્યતા આપી હતી. ક્લસ્ટરના અમલ કરવાનુ કોઈ ખાસ મુહૂર્ત મળતુ ન હોવાને લીધે અતિ ધોખાદાયક ઈમારતો નો પુનર વિકાસ ફ્ક્ત કાગળપરજ રહ્યો છે.તે ઈમારતોમાં રહેનારા રહેવાશીઓનો જીવ અધ્ધર લટકેલો રહ્યો છે.
પાછલા અઠવાડીએ મનપાએ જાહેર કરેલી યાદીને ધ્યાનમાં લેતાં ૨૩૫ ઈમારતો અતિ ધોખાદાયક છે. ચોમાસાને ધ્યાનમાં લેતાં આવાં બાંધકામ પાડવાનુ શરુ છે. અઠવાડિયા ભરમાં ત્રણ ઈમારતો તોડી છે. વર્ષ દરમ્યાન મનપાએ આ પહેલા જાહેર કરવામાં આવેલ ૧૪૦ થી વધુ બાંધકામ તોડ્યા હતા. આ વખતના ધોખાદાયક ઈમારતોનો અહેવાલ લેતાં સૌથી વધુ ૯૪ ઈમારતો કલ્યાણના ક-પ્રભાગમા છે.તેની નિચે ડોમ્બીવલીના હ-પ્રભાગમા ૪૦ ઈમારતો છે. ફ- પ્રભાગમા ૩૨, ગ- પ્રભાગમા ૨૧, ઈ- પ્રભાગમા ૧૮, કલ્યાણના બ-પ્રભાગમા ૧૫, જે- પ્રભાગમા ૭, ડ- પ્રભાગમા ૫, અ- પ્રભાગમા ૯ જ્યારે આઈ પ્રભાગમા એક પણ ઈમારત અતિ ધોખાદાયક નથી.


