Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

અંબરનાથમા ચોરો દૂધની ટ્રેઓ ઉપાડી ગયા દૂધના વેપારીઓ પરેશાન, ઘટના સીસીટીવીમાં કૈદ

અંબરનાથમા હાલમાં દૂધ ચોરોએ ધમાચકડી મચાવી છે અંબરનાથ પૂર્વમાં ગયા ૧૦ દિવસમાં દૂધચોરી થયાની ત્રણ ઘટનાઓ બની છે અને તે પૈકી એક ધટના સીસીટીવી કેમેરામાં કૈદ થયેલ છે.

શહેરના દૂધનુ વેચાણ કરનારા વેપારીઓને દૂધની થેલીઓ આપવા માટે મધ્યરાત્રીએ ટ્રક આવે છે આ ટ્રક ઠરાવીક સ્થાન પર દૂધની ટ્રે ઉતારે છે અને આગળ નિકળી જાય છે. ત્યારબાદ દૂધ વિક્રેતાઓ વહેલી સવારે આવી આ દૂધ ઘરે ઘરે પહોંચતું કરે છે. છેલ્લા કેટલાક સમયથી દૂધની ટ્રે ઉતાર્યાથી લઈ ત્યાં દૂધના વેપારીઓ આવે ત્યાં સુધી કોઈ નહોવાને કારણે કેટલાક ચોરોએ દૂધની ચોરી કરવાની શરૂઆત કરી હતી.

અંબરનાથ પૂર્વના શિવાજી નગર પરિસરમાં સમીર સાવંતની વિઘ્નહર ડેરી છે આ ડેરીના બહાર આ પ્રમાણે ઉતારવામાં આવેલ દૂધની ત્રણ ટ્રે બે જૂનના રોજ વહેલી સવારે ટુ વિલર મોટરસાયકલ પર આવેલા બે ચોરો ચોરી કરી લઇ ગયા હતા.ત્યાર બાદ ૩ જૂન ના રોજ દૂધની ૭ ટ્રે, જ્યારે ૧૧ જૂનના રોજ દૂધની ૯ ટ્રે ચોરી થઇ હતી. આ પૈકી ૨ તારીખની ઘટના તો સીસીટીવી કેમેરામાં કૈદ થયેલ છે, તેમાં ટુ વિલરમાં આવેલા બે ચોરટાઓ દૂધની ટ્રે ઉપાડી ને લઈ જતાં સ્પષ્ટ જણાય છે.આ ઘટનાના સીસીટીવી ફૂટેજ શિવાજી નગર પોલીસને સોંપવામાં આવેલ છે પરંતુ પોલીસે ગુનો દાખલ ન કરતાં તપાસ કરીને કહેશુ એવો જવાબ આપ્યો હોવાનું કહેવાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads