Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ડોમ્બિવલી રેલ્વે મૈદાન પર એક વ્યક્તિનુ ખૂન.

ડોમ્બિવલી પશ્ર્ચિમના બાવનચાલ વિસ્તારમાં આવેલા રેલવે ગ્રાઉન્ડ પર એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.  પોલીસે હજુ સુધી લાશની ઓળખ કરી નથી અને તેઅંગેની તપાસ ચાલુ છે.  પ્રાથમિક અંદાજ મુજબ તેની હત્યા કરવામાં આવી હતી કારણ કે તેના માથામાં ઘાના નિશાન હતા.  ડોમ્બિવલી વિષ્ણુનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.


પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે બપોરે ડોમ્બિવલીની પશ્ચિમે બાવનચાલ વિસ્તારના રેલ્વે મેદાનમાં એક ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો.  પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઇસમાનો મૃતદેહ લોહીના ખાબોચિયામાં પડેલો જોવા મળ્યો હતો.  પોલીસના જણાવ્યા અનુસાર, ૪૫ થી ૫૦ વર્ષની વયના ઇસમને લાકડાના દંડાથી માથા પર મારવામાં આવ્યુ હતુ અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.  જો કે લાશની ઓળખ થઈ શકી નથી, પોલીસે લાશની વિગતો મેળવવા તપાસ શરૂ કરી છે.  બાવનચાલ વિસ્તારમાં રાત્રિના સમયે અંધારાનો લાભ લઈને ઈસમની હત્યા થઈ હોવાની શક્યતા છે.  પરંતુ તેમની હત્યા પાછળનો હેતુ શું હતો?  તેને કોણે માર્યો?  આ અંગે વિષ્ણુનગર પોલીસે તપાસ હાથ ધરી છે.  દરમિયાન બાવનચાલીમાં રાત્રીના સમયે પોલીસ પેટ્રોલીંગ વધારવું જરૂરી બન્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads