Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

શાહપુર મુરબાડ તાલુકામાં પાણીની તંગી, ૨૦૦ ગામોમાં ૩૨ ટેન્કર મારફત પાણી પુરવઠો

જૂન મહિનો પુરો થવા આવ્યો હોવા છતાં જીલ્લામાં સમાધાન કારક વરસાદ પડ્યો નથી ભાતની પેરણી લંબાઈ છે અને પાણીની તંગી પાણીના જળસ્ત્રાવ તળીયે ગયા છે. થાણા જિલ્લા પરિષદના ૮૨હજાર કરતાં વધુ લોકસંખ્યા ધરાવતા ૨૦૦ ગામોમાં ૩૨ ટેન્કર મારફત પાણી પુરવઠો કરવામાં આવતો હોવાનુ ગઈ કાલે બહાર આવ્યું હતું. 

જીલ્લાની છ મહાનગરપાલિકાઓને ઓછા વધારે પ્રમાણમાં પાણી પુરવઠો કરનારા બારવી ધરણમા ૩૭ ટકાપાણીનો જથ્થો છે. ૧૫ જૂલાઇ સુધી વરસાદનુ જોર વધશે એવુ હોવાથી શહેરમાં પાણી પુરવઠો કરનારા પાટબંધારા વિભાગએ પાણી કાપ મુક્યો નથી. મુંબઈ,થાણાને પાણી પુરવઠો કરનારા ધરણ શહાપુર તાલુકામાં આવેલાં છે.આવુ હોવા છતાં ધરણ નજીક ના ગામોને પાણીની તંગીનો સામનો કરવો પડે છે.આ માં સૌથી વધુ પાણી તંગી શાહપુર તાલુકાના ૧૬૭ ગ્રામ પંચાયત ના ૧૬૭ ગામોમાં અનુભવાય છે તેમાં ૩૨ ગામો અને ૧૩૭ આદિવાસી વિસ્તારોનો તેમાં સમાવેશ થાય છે.

શાહપુર તાલુકામાંના ૬૧ હજાર ૫૧૧ લોકસંખ્યાને પાણીની તંગીનો સામનો કરવો પડે છે. આ સ્થળોપર ૨૫ ટેન્કર મારફત પાણી પુરવઠો શરુ છે. તાલુકાના અનેક ગામો સહિત ૧૩૭ પાડાઓમા પાણીની તિવ્ર તંગી અનુભવે છે.

મુરબાડની ૪૭ ગ્રામ પંચાયતના ૧૭ ગામોમાં અને ૩૦ પાડાઓમા આજે પણ પાણી તંગી છે અહી સાત ટેન્કર મારફત પાણી પુરવઠો કરવાનુ નિયોજન જીલ્લા પંચાયત એ કરેલ છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads