શિવસેનાના બળવાખોર મંત્રી એકનાથ શિંદેએ પાર્ટીના મોટા ભાગના આમદારોને બળવો કરાવ્યા બાદ ઉધ્ધવ ઠાકરે સમર્થક શિવસૈનિકોમા ભારે નારાજગી છે. ગુસ્સે ભરાયેલા શિવસૈનિકોએ શનિવારે ૨૫ જૂના બપોરે ઉલ્હાસનગરના ગોલ મેદાન વિસ્તારમાં આવેલી સાંસદ ડૉ. શ્રીકાંત શિંદેની ઑફિસમાં ધસી આવી ઓફીસની તોડફોડ કરી હતી. આ મામલામાં ઉલ્હાસનગર પોલીસે ૫ શાખા પ્રમુખો અને એક યુવા શિવ સૈનિક વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેમની ધરપકડ કરી છે.
સુરેશ પાટીલ (૪૭, તિલકનગર), નીતિન બને (૨૭, વાલ્મિકી નગર ), ઉમેશ પવાર (૪૧, ઝુલેલાલ ચોક,), સંતોષ કનાસે (૩૯, ફક્કડમંડી), લતેશ પાટીલ (ઉંમર ૨૫),અને બાલા ભગુરે (યુવા સેના)આ પ્રમાણે આરોપીઓના નામ છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં શિવસેનાના જિલ્લા પ્રમુખો અને અગ્રણી શિવસૈનિકોની બે બેઠકો યોજી હતી. તેમા મંત્રી આદિત્ય ઠાકરેએ પણ શિવસૈનિકોને માર્ગદર્શન આપ્યું હતું. શિવસેનાના નેતા સાંસદ સંજય રાઉતે ચેતવણી આપી હતી કે શિવસૈનિકોએ હવે રસ્તા પર ઉતરવું પડશે. તે પછી, થાણે જિલ્લામાં શિવસૈનિકોએ આક્રમક પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. પરિણામે શનિવારે બપોરના સુમારે સાંસદ શિંદેની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી.
અંબરનાથ, ઉલ્હાસનગર આંદોલન - દરમિયાન, અંબરનાથ અને ઉલ્હાસનગરના સેંકડો શિવસૈનિકો આજે (૨૬ જૂન) શિવસેનાના બળવાખોર ધારાસભ્ય બાલાજી કિનીકરના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. શિવસૈનિકોમાં ભારે રોષને જોતા જિલ્લામાં વિવિધ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ સાંસદ ડો.શ્રીકાન્ત શિંદેના ડોમ્બિવલી સ્થિત બંગલામાં પણ પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે


