Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

થાણા જિલ્લામા શિવસેના બે ભાગમાં વહેંચાઈ - શિવસેના શાખાઓ તરફ શિંદે સમર્થકોએ ફેરવી પીઠ

થાણા જિલ્લામા શિવસેના બે ભાગમાં વહેંચાઇ હોવાનું વતૉય છે. ઉદ્ધવ ઠાકરે સમર્થક અને એકનાથ શિંદે સમર્થક એમ બે ભાગમાં વહેંચાઇ ગયેલા શિવ સૈનિકો જણાય છે. શિવસેના શાખાઓમાં ઉદ્ધવ ઠાકરે સમર્થકો આવતા થયા છે જ્યારે એકનાથ શિંદે સમર્થક  શિવ સૈનિકોએ આ શિવસેના શાખાઓ તરફ પીઠ ફેરવી હોવાનું સ્પષ્ટ જણાય છે.

કલ્યાણ, ડોમ્બિવલી, ઉલ્લાસ નગર, અંબરનાથ અને બદલાપુર શહેરમાં એકનાથ શિંદે સમર્થકના અનેક નગર સેવક અને પદાધિકારીઓ ખુલ્લા સમર્થન આપી રહ્યા હોઈ તેઓએ શિવસેના શાખાઓ તરફ પીઠ ફેરવી ગયા છે.

રાજ્ય માં રાજકીય અસ્થિરતાને લીધે શિવસેનામા સીધા બે જુથ પડી ગયા છે બંન્ને જુથો એકનાથ શિંદે ના નજીક ના હોવા છતાં કેટલાકને એકનાથ શિંદે પ્રીય છે તો કેટલાક ને ઉદ્ધવ ઠાકરે તેથી જીલ્લામાં ડાયરેક એકનાથ શિંદે સમર્થક હોય કે ઉદ્ધવ ઠાકરે સમર્થકો એક બીજાના વિરોધમાં બોલવાનુ ટાળે છે. શૉશ્યલ મિડિયામાં ખુલીને સમર્થન આપનારા, સમર્થનમાં બેનરો લગાડનારા કાયૅકરો તેમજ પદાધિકારીઓ પણ જાહેર મા બોલવાનું ટાળે છે અને શાખાઓ તરફ પીઠ ફેરવે છે. આ તમામ શહેરોમાં શિંદે સમર્થક પોતાની બાજૂ રજૂ કરે છે પરંતુ શાખાઓમા માત્ર દેખાતા નથી. સંપૂર્ણ જીલ્લામાં શિવ સૈનિકો,નગર સેવક તથા શિવસેના પદાધિકારીઓ બે જૂથમાં વહેચાયેલા જણાય છે. તો કેટલાક વૉચ એન્ડ વેટની ભૂમિકા માં છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads