Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

૭ નરાધમએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા ૧૮ વર્ષીય યુવતીનો આપઘાત, કલ્યાણ ઈસ્ટ માં ગુનો દાખલ,૧ યુવતી સહિત ૮ની ધરપકડ


કલ્યાણ પૂર્વમાં છેલ્લા દોઢ વર્ષથી ૭ યુવાનો એ વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને એક યુવતી પર અત્યાચાર ગુજારતા હોવાનું બહાર આવ્યું છે.  આ દુષ્કર્મથી કંટાળીને પીડિતા યુવતીએ બે દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી.  આ અંગે કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે ૧ યુવતી સહિત ૮ શકમંદોની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, એક યુવતીએ બે દિવસ પહેલા કલ્યાણ પૂર્વ વિસ્તારમાંના રહેણાંક મકાનના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી.  આ અંગે કોલશેવાડી પોલીસે તપાસ શરૂ કરી હતી.  તપાસ દરમિયાન પોલીસને મૃતક યુવતીના મોબાઈલ ફોનમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી.  આ વિસ્તારમાં રહેતા સાત યુવકો આ યુવતીનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છેલ્લા દોઢ વર્ષથી તેની સાથે દુષ્કર્મ આચરતા હોવાનું બહાર આવ્યું હતું.

ચોંકાવનારી વાત એ છે કે પીડિતાની સહેલી પણ આ સાત યુવકોની મદદ કરી રહી હતી.  પોલીસે આ કેસમાં આઠ શકમંદોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.  દરમિયાન, જાણવા મળ્યું છે કે કેટલાક શકમંદો કલ્યાણના એક શ્રીમંત બિલ્ડરના છોકરાઓ હોવાનું જાણવા મળે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads