મુંબઈ ને અડીને રહેલો થાણા જિલ્લો આ રાજકીય દૃષ્ટિએ કમજોર સમજવામાં આવતો હતો. પશ્ર્ચિમ મહારાષ્ટ્ર, મરાઠવાડા,વિદભૅમાના રાજકીય નેતાઓ બાદ મુંબઇ રાજકીય સ્તરે મહત્વ નુ સ્થાન ગણાતુ હતુ. પરંતુ કેટલાક વર્ષ પહેલાં મતદાર સંઘની પુનર્રચના બાદ થાણા જીલ્લામાના વિધાનસભા મતદાર સંઘોની સંખ્યા વધતા અચાનક આ જીલ્લાનુ રાજકીય દૃષ્ટિએ મહત્વ વધ્યું. એકનાથ શિંદેને મુખ્ય મંત્રી બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થાણા જીલ્લાની રાજકીય તાકાત ઓળખી હોવાનું મનાય છે.
એક સમયે થાણા આ એક લોકસભા મતદાર સંધ હતો. તે સમયે અમાપ પ્રસરાયેલો આ લોકસભા મતવિસ્તાર અત્યારના ઉત્તર મુંબઈનો ભાગ છેક દહાણુ સુધી ફેલાયેલો હતો.મતદાર સંધની પુનઃરચના બાદ એક લોકસભા મતદાર સંધના ચાર લોકસભા મતદાર સંધ થયા. વિધાનસભાના ૧૩ મતદાર સંધના ૨૪ મતદાર સંધ થયા. થાણા જિલ્લાનુ વિભાજન કરી પાલઘર જીલ્લા ની સ્થાપના થયા બાદ થાણા જિલ્લાના ચાર મતદાર સંધ પૈકી એક લોકસભા મતદાર સંઘ પાલઘરમા ગયો અને ત્રણ મતદાર સંઘ થાણા જિલ્લામાં રહ્યા. વિધાનસભાના મતદાર સંઘની સંખ્યા ૨૪ પરથી ઘટીને ૧૮ થઈ. નજીક આવેલ પાલઘર આ આદીવાસી બહુસંખ્ય જીલ્લો હોવાથી વિભાજન બાદ પણ જીલ્લાનુ મહત્વ ટકી રહ્યું.
મુંબઈ થી આવતા ધસારાને પહોંચી વળવા અહી બાંધકામ વ્યવસાય વધ્યો. તેથી વિકાસ માટે ફંડ આપવો પડ્યો તેથી અહી મુળભુત સુવિધાઓ ના પ્રોજેક્ટ શરૂ થયા. રોકાણ વધ્યુ અહી અનેક શહેરોમાં નગરપાલિકાની લોકસંખ્યા વધતા મહાનગરપાલિકાઓ થઈ. મુંબઈનો મરાઠી ટક્કો ઘટ્યો. અને થાણામાં વધવાથી શિવસેના, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ,ભાજપ, અને કોંગ્રેસ આ સર્વ પક્ષના નેતાઓ મતો માગવા જીલ્લામાં આવવા લાગ્યા તેને લીધે થાણા જીલ્લાનુ રાજકીય દૃષ્ટિએ મહત્વ વધ્યું.
રામભાઉ મ્હાળગી જેવા નેતા એક સમયે નેતૃત્વ કરતા હતા. પરંતુ ધીરેધીરે અલગ અલગ પક્ષમાં અલગ અલગ નેતાઓ ઉભા થયા. અને તેઓને રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મળતા ગયા.તેમા શાન્તારામ ઘોલપ, જગન્નાથ પાટીલ, ગણેશ નાઈક, એકનાથ શિંદે, જીતેન્દ્ર આવ્હાડ વિગેરે નો સમાવેશ થાય છે. નકુલ પાટીલ,નારાયણ મરાઠે,પ્રમોદ હિન્દુરાવ જેવા નેતાઓ પાસે સિડકોની જવાબદારી સોંપવામાં આવી. રામ કાપસે જેવા સંસદસભ્ય રહેલા નેતા પાસે અંદમાન-નિકોબારના ઉપરાજ્યપાલ બન્યા હતા પરંતુ આજ સુધીમાં મુખ્યમંત્રી પદ થાણા જીલ્લાને મળ્યુ નોહતુ. તે કસર શિંદે ને આ પદ આપી મોદીએ ભરી કાઢી છે. ભવિષ્યમાં થાણા જીલ્લો આ મુખ્યમંત્રી પદપર નેતૃત્વ નિમૉણ કરનારા તરીકે પોતાની ઓળખ ટકાવી રાખશે એવો વિશ્ર્વાસ વ્યક્ત કરવામાં આવે છે.


