Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

અંબરનાથમાંના ૫,૫૦૦ થકબાકીદારો પાણી બિલો નહીભરે તો તેમના નળ જોડાણ તોડવાની મહારાષ્ટ્ર જીવન પ્રાધિકરણની ચેતવણી


બદલાપુરમાં મહારાષ્ટ્ર જીવન પ્રાધિકરણ તરફથી નળ જોડાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણીના બિલો ન ભરનારા થકબાકીદારો તરફથી થકીત બિલોની રકમ વસૂલ કરવા માટે મહારાષ્ટ્ર જીવન પ્રાધિકરણે ધડાકાભેર ઝૂંબેશ ચલાવી છે.આ ઝૂંબેશ હેઠળ પાણી બિલના થકબાકીદાર ગ્રાહકોના નળના જોડાણ ખંડિત કરવામાં આવશે એવી માહિતી મહારાષ્ટ્ર જીવન પ્રાધિકરણના ઉપ વિભાગીય  અભિયંતા રામ દેગાવકરે આપી છે.બદલાપુર શહેરમાં મહારાષ્ટ્ર જીવન પ્રાધિકરણના ૨૩ હજાર ગ્રાહકો છે.આ ગ્રાહકો પૈકી ૫,૫૦૦ ગ્રાહકો પાસે પાણીના બિલોની મોટા પ્રમાણમાં થકબાકી છે.આ થકબાકીદારો ને માટે કેટલાક મહિનાઓ પહેલાં અભય યોજના લાગુ કરી હતી પરંતુ શહેરના ફક્ત ૧૬૦૦ ગ્રાહકો એ આ યોજનાનો લાભ લીધો તેથી બાકીનાઓની થકબાકી વસુલવા માટે મહારાષ્ટ્ર જીવન પ્રાધિકરણ એ ધડાકાભેર વસુલાત ઝૂંબેશ હાથ ધરી છે.આ ઝૂંબેશ માટે કમૅચારીઓના વિભાગ પ્રમાણે પથક તૈયાર કરવામાં આવેલ છે. નિમણૂક કરવામાં આવેલ કમૅચારીઓ ઘરે ઘરે જઈને નાગરિકોના પાણીના બિલો તેમજ થકબાકી તપાસે છે. તેમજ આ ઝૂંબેશમાં નાગરિકો સહકાર આપે તે બાબતે શહેરમાં બેનરો લગાવી જન જાગૃતિ કરે છે.આ ધડાકાભેર ઝૂંબેશમાં ગ્રાહકો ના કોઈ બિલોમા કઈક ભૂલો હશે તો તે સુધારો કરાશે જેઓએ પાણીના બિલો ભર્યા જ નથી એવા ગ્રાહકોના નળના જોડાણો ખંડીત કરવામાં આવશે તેવી માહિતી ઉપ કાયૅકારી અભિયંતા દેગાવકરે આપી છે.

મ.જી.પ્રા.અંબરનાથ વિભાગના પાછલા વર્ષની ૩૬ કરોડની થકબાકી વસુલ કરવાનો ઉદ્દેશ હતો. તે સમયે મ.જી.પ્રા.એ ૪૫ કરોડની થકબાકી વસુલાત કરી હતી.

આ વખતે મ.જી.પ્રા.એ ૯૮ કરોડ રૂપિયાની થકબાકી વસુલવાનો ઉદ્દેશ સમક્ષ રાખ્યો છે.તેના માટે સરકારે અભય યોજનાની મુદતમાં વધારો કર્યો છે નાગરિકોએ આ યોજનાને પ્રતિસાદ નહીં આપે તો મહારાષ્ટ્ર જીવન પ્રાધિકરણ મારફત નળના જોડાણો તોડવાની ધડાકાભેર ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads