Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ડોમ્બિવલીમાં આમ આદમી પાર્ટીની કડોમપા ચૂંટણીઓ માટે જોરદાર તૈયારીઓ.

આમ આદમી પાર્ટી (AAP) આગામી કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ૧૩૩ વોર્ડોમાં પક્ષના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. જનસંપર્કને યોગ્ય ઠેરવવા માટે નવી ખોલેલી ઓફિસમાં આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.


AAP મહારાષ્ટ્રના સેક્રેટરી ધનંજય શિંદેના હસ્તે આ જનસંપર્ક કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આ પ્રસંગે બોલતા તેમણે KDMC,મા ઘણા વર્ષોથી સત્તામાં રહેલા સેના-ભાજપના કારભાર વિશે ટીકા કરી હતી, નગર પાલિકામાં બેદરકારી ભર્યા પ્રશાસનની પણ ટીકા કરી અને અહિનો વહીવટ આમ આદમી પાર્ટીને સોપશોતો દિલ્હી,પંજાબની જેમ અમને એક હાથમાં સત્તા આપો. અમે કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અમો સત્તા પર આવીશુંતો એક આદર્શ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે કલ્યાણ ડોમ્બિવલીને પ્રખ્યાત કરીશું એવુ  તેમણે કહ્યું.

આ પ્રસંગે દીપક દુબે, અક્ષરા પટેલ-રાજે, દીક્ષિત રેખા રેડકર, પ્રવિણ કુર્લે, ઉદય રાઉલ, સીમા સાલી રાજુ પાંડે સહિત આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સ્થાનિક શુભેચ્છકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads