કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ રેલ્વે સ્ટેશન પરિસરમાં વિકાસ શરૂ છે.આ પ્રોજેક્ટમાં એસટી બસડેપોનો વિકાસ કરવામાં આવવાનો છે. પરંતુ વાણીજ્ય ભાગ કેટલો આપશો આ મુદ્દે મહામંડળ એ બસ ડેપોના વિકાસ માટે ના હરકત (એન.ઓ.સી.) દાખલો આપ્યો નથી તેથી આ દાખલો પ્રાપ્ત થતા વિકાસ કામોની શરૂઆત થવાની છે.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ૪૯૮ કરોડ ખર્ચ કરીને રેલ્વે સ્ટેશન પરિસરનો વિકાસ કરવામાં આવવાનો છે.તેમા કપોતે વાહનતળનો પુનરવિકાસ, સુભાષ ચૌક થી બૈલ બજાર સુધીનો ઉડાણપુલ બાધવાનુ પ્રસ્થાપિત છે. હાલમાં મહાત્મા ફુલે ચૌક, ન્યાયાલય, નહેરુ ચૌક,બસ ડેપો નજીક કામ શરૂ છે.આ કામને ૩૦ જૂલાઇ ૨૦૨૦ના રોજ શરુ કરવામાં આવેલ તે ડિસેમ્બર ૨૦૨૩ સુધી પુરુ કરવુ અપેક્ષીત છે.
કલ્યાણના બસ ડેપોની વાસ્તુ ૪૦ વર્ષ જૂની છે. ત્યાં પ્રશાસકીય ઈમારત સહિત ૧૦ ફ્લેટ અને કાયૅશાળા છે.ડેપોનો વિકાસ કરતાં ઉપરના માળે વાહનતળ ઉભુ કરવુ. હાલમાં ડેપો નજીકના નાળાં બંધ કરવાનુ કામ શરૂ છે.ડેપોની જગ્યા પાચ એકર હોઈ તે પૈકી પાચ હજાર ચૌરસફુટ બાધિત થાય છે.હાલમા ડેપોમાં વિકાસ કામો શરૂ થયા નથી.
ડેપોના ઉપરના તરફ વાહનતળ ઉભુ કરવામાં આવશે તેમાં થી વાણીજ્ય વપરાશનુ ઉત્પન્ન આ મહામંડળને આપવુ જોઇએ આ ઉત્પન્ન કેટલુ હશે ? તે મહામંડળના ભાગે કેટલુ અપાશે,તેની સ્પષ્ટતા નથી. જ્યાં સુધી તે સમજાય નહી ત્યાં સુધી ડેપો વિકાસના કામોની એન.ઓ.સી.મહા મંડળ તરફથી મળશે નહી એન.ઓ.સી.મળતા ડેપોના વિકાસ કામો શરૂ થશે.એવુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ કંપની તરફથી જણાવવામાં આવ્યું છે.


