અહીના બજાર પેઠ પોલીસ વિસ્તારમાં એક કારીગર પોલિશિંગ માટે ૨૦૦ગ્રામ સોનાના દાગીના લઈને બેઠા વર્ષ પહેલાં ભાગી ગયો હતો. કલ્યાણ પોલીસે બે વર્ષ બાદ કારીગરની ધરપકડ કરી છે. તેનું નામ મિરાજુદ્દીન સિરાજુદ્દીન શેખ (૪૨) છે. તે પશ્ચિમ બંગાળ રાજ્યના હુગલી જિલ્લાના આરામબાગ તાલુકાના આમગ્રામ ગામનો વતની છે કલ્યાણ બજારપેઠ પોલીસેઆ કારીગરની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, કલ્યાણ પશ્ચિમમાં સંતોષી માતા મંદિર રોડ પર ચિખલેબાગના ગણેશ નગરમાં રહેતા ૪૫ વર્ષીય મુબારક તોહિબ શેખ સોનાના દાગીના બનાવવાનો વ્યવસાય કરે છે. ૨૪ અને ૨૫ નવેમ્બર ૨૦૧૯ ની વચ્ચે, કારીગર મિરાજુદ્દીન સિરાજુદ્દીન શેખને માલિક મુબારક શેખે ૨૦૦ ગ્રામ સોનાના દાગીના પોલિશ કરવા માટે આપવામાં આવ્યા હતા. તે દાગીના લઈ મિરાજુદીન શેખ ગાયબ થઈ ગયો હતો.આ દાગીના કિંમત રૂ.આઠ લાખ કરતાં વધુ હતી જોકે, દાગીનાને પોલિશ કર્યા પછી કારીગર પાછો ફર્યો નોહતો. તેથી આરોપીના વિરોધમાં આખરે ૯ જાન્યુઆરી, ૨૦૨૦ ના રોજ બજારપેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સિનિયર ઈન્સ્પેક્ટર નરેન્દ્ર પાટીલના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર આહિરને બાતમી મળી હતી કે કારીગર પશ્ચિમ બંગાળમાં તેના વતન ગામમાં છુપાયો છે. તેથી પોલીસે પશ્ર્ચિમ બંગાળ મા જઈ પકડી પાડ્યો હતો.
આરોપીને પશ્ચિમ બંગાળથી કલ્યાણ લાવવામાં આવ્યો હતો ત્યારબાદ, પોલીસ કસ્ટડી દરમિયાન, તેણે કબૂલાત કરી હતી કે તેણે તેની માતા બીમાર હોવાના આધારે પશ્ચિમ બંગાળના સોનાના દુકાનદારોને બાકીના દાગીના વેચ્યા હતા. જોકે, પોલીસે તેની પાસેથી ૭ લાખ ૮૯ હજાર ૪૦૦ રૂપિયાની કિંમતનો ૧૯૮.૩૭૦ગ્રામનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.



