દેવેન્દ્ર ફડણવીસ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શહેરી વિકાસ વિભાગ કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર માટે મંજૂર કરાયેલા વિકાસ પ્રોજેક્ટ્સની અવગણના કરી રહ્યું છે. આના વિરોધમાં અમે ચોમાસુ સત્ર પહેલા MMRDA ઓફિસની સામે ભૂખ હડતાળ પર જવાના છીએ એવુ આમદાર રવિન્દ્ર ચવ્હાણે કર્યું હતું. તેઓ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બોલી રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય ચવ્હાણે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ટ્રાફિકની ભીડને દૂર કરવા માટે કરોડોના ભંડોળની જાહેરાત કરવામાં આવી હતી. ફડણવીસ સરકારે કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં સિમેન્ટ રોડ બનાવવા માટે 150 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જો કે, મહાવિકાસ આઘાડી સરકારે વિકાસમાં રાજકારણ લાવીને રોડ પ્રોજેક્ટ્સ રદ કર્યા.
સૌથી વધુ અવરજવરવાળા રોડ તરીકે ઓળખાતા કલ્યાણ-શીલ રોડને પહોળો કરીને આ રોડ પર મેટ્રો શરૂ કરવાની પણ માંગણી રવિન્દ્ર ચવ્હાણ દ્વારા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે તેમણે આ મુદ્દો અગાઉ ઘણી વખત ઉઠાવ્યો હતો કે શહેરી વિકાસ વિભાગ કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારની ઉપેક્ષા કરી રહ્યું છે પરંતુ તે તરફ કોઈ ધ્યાન આપ્યું નોહતું. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રશાસક શહેરી વિકાસ વિભાગના નિયંત્રણ હેઠળ છે. વિકાસ સંચાલકો અને શહેરી વિકાસ વિભાગને વારંવાર ફોલોઅપ કરવા છતાં સુસ્ત વહીવટને કારણે અનેક પ્રોજેક્ટો અટકી પડ્યા છે. મહાવિકાસ આઘાડીની સરકાર સત્તામાં આવ્યા બાદ શહેરી વિકાસ વિભાગે પ્રદેશમાં વિકાસના પ્રોજેક્ટોને અવગણવાની નીતિ અપનાવી છે.
વિધાનસભ્ય રવિન્દ્ર ચવ્હાણે એવી પણ માગણી કરી હતી કે ટ્રાફિકમાં વધારો થતાં ડોમ્બિવલીથી નવી મુંબઈ સુધીના આ રૂટ પર મિની મેટ્રો શરૂ કરવામાં આવે.



