કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકાની હદમાના ગેર કાયદેસર બાંધકામો પર ડિસેમ્બર મહિનાથી કાયૅવાહી શરૂ છે અને કાયૅવાહી કરવામાં આવ્યા બાદ આ બાંધકામ ફરી ઉભા કરાય છે કે કેમ તેના પર ડ્રોનની નજર રહેવાની છે તેનો પહેલો પ્રયોગ હ-પ્રભાગથી શરુ કરવામાં આવવાનો હોવાની માહિતી મનપા કમિશનર ડૉ.વિજય સૂયૅવંશીએઆપી છે. કમિશનર ના આદેશ ને લીધે ગેરકાનૂની બાંધકામો કરનારાઓની હવે ખેર નથી.
મનપા કમિશનર એ સોમવારે લીધેલી સાપ્તાહિક બેઠકમાં આવા ગેરકાનૂની બાંધકામો પરની કાયૅવાહી અંગે અહેવાલ લીધો. ડિસેમ્બર મા કમિશનરે આવતા ત્રણ મહિના માં ૨૦ હજાર ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત કરીશ એવુ જાહેર કર્યું હતું. વિવિધ પ્રભાગોના અધિકારી ઓએ પોલીસ બંદોબસ્ત ગોઠવી ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત કરવાની મોહીમશરુ કરીતેમા ચાલી, બિલ્ડીંગ ઉદવસ્ત કર્યા હતા. તેમા અતિ જોખમી અને જોખમી ઈમારતો પાડવામાં આવી હતી. ડિસેમ્બર થી અત્યાર સુધીમાં મોટી બે થી આઠ માળની ૫૭ ગેરકાયદેસર ઈમારતો જમીનદોસ્ત કરી છે.
તેમા ખાસ કરીને ડીપી રસ્તા ની અડચણો કરનારી અને રિઝર્વેશન પ્લોટ મા ઉભી રહેલી ઈમારતો પાડવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત કરવામાં પ્રભાગ અધિકારી ભારત પવાર,અક્ષય ગુડદે તથા હેમા મુગણેકરની આગેવાની હતી.



