અંબરનાથના રસાણીક કારખાનામા થયેલ અકસ્માતમાં ત્રણ કામદારો જખમી થયા છે આ કામદારો ને ખાનગી હોસ્પિટલમાં સારવાર શરુ છે. સોમવારે બપોરે બનેલીઆ દુર્ઘટનાની સાદી નોંધ અંબરનાથ પશ્ર્ચિમ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. ખાસતો કંપનીમાં બનેલી આકસ્મિક ધટના બાદ તેની કોઈ માહિતી પોલીસ ને આપવામાં આવી નોહતી.
એમ.આઈ.ડી.સી.મા આવેલી સુપણૉ કેમિકલ કંપનીમાં સોમવારે બપોરે દોઢ વાગ્યા ના સુમારે રિએક્ટર તરફ જનારી પાઈપની નોઝલ ફીટ ન થતાં અકસ્માત સર્જાયો હોવાનું કહેવાય છે.તેને લીધે ત્રણ કામદારોના શરીરપર કેમિકલ ઉડવાથી તે જખમી થયા.તેમને પૂર્વ ના આદિત્ય નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા.કંપની વ્યાવસ્થાપને જાતે અંબરનાથ પોલીસ ને માહિતી આપી નહીં. હોસ્પિટલ તરફથી શિવાજી નગર પોલીસને ખબર આપતાં પોલીસે હોસ્પિટલ માં જઈ જખમી કામદારો ના જવાબ લીધા તેમણે પણ આ કારખાનું જેની હદમાં છે તે અંબરનાથ પશ્ર્ચિમ પોલીસ સ્ટેશનમાં આ બાબતે માહિતી આપી નહીં.
અંબરનાથ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કોતેનો સંપર્ક કરતાં બપોરે દોઢ વાગ્યે થયેલી દુર્ધટનાની રાત્રે નવ વાગ્યા સુધી તેમને માહિતી નોહતી.
બાદમાં કંપની ની મુલાકાત લઈ બે કમૅચારીઓ નેમોડે રાત્રે પોલીસે જવાબ લીધા પરંતુ કંપની દ્વારા પોલીસ ને માહિતી ન આપવી. બપોરે બનેલી આકસ્મિક ધટના ની રાત્રી સુધી માહિતી નહોવી, શિવાજી નગર પોલીસે જવાબ લીધા બાદ જેની હદમાં છે તે અંબરનાથ પોલીસ ને કોઈ માહિતી ન આપવી આ આશ્ર્ચર્ય કારક છે.


