રસ્તાઓ બનાવતી વખતે માગૅદશૅન તત્વો છે તેનુ પાલન થાય છે કે, તત્વો પ્રમાણે રસ્તાઓ બાંધકામોના ટેન્ડર બહાર પાડવામાં આવે છે કે ? કામો કરતી સમયે કામનો દરજ્જો, ગુણવત્તા રાખવામાં આવે છે કે ? એવો સવાલ કલ્યાણ ડોમ્બિવલીના રસ્તાઓને જોતાં ઉપસ્થિત થાય છે.
અકસ્માતો ફક્ત માનવી ભૂલોને કારણે થાય છે તેવુ નથી. રસ્તાઓની રચના યોગ્ય નહોવી આ પણ તેની પાછળનું કારણ છે. ગયા વર્ષ દરમિયાન અહી રસ્તા અકસ્માતોની ૧૬૯ ધટનાઓ બની છે.તેમા ૧૪૦ વ્યક્તિઓ જખમી થયા છે જ્યારે ૩૨ વ્યક્તિઓએ તેમનો જીવ ગુમાવવો પડ્યો છે. અહીના એકંદર ચિત્રને જોતાં રસ્તાઓ છે પણ ધડ ક્યાં છે એવુ કહેવુ ખોટુ ઠરશે નહીં.
પરંતુ નિમિત ઠરે છે ચોમાસું આ કહેવત પ્રમાણે ચોમાસામાં રસ્તાઓને ખાડા પડવાનાજ આ કલ્યાણ ડોમ્બિવલી વાસીયોના કરમે છે. બંન્ને શહેરમાંના રસ્તાઓમાં ચોમાસા દરમિયાન ખાડાઓની ભરમાર નજરે પડે છે. કડોમપાના રસ્તાઓ સહિત મહાપાલિકા ક્ષેત્રમાંના રાજ્ય રસ્તા વિકાસ મહા મંડળના, સાર્વજનિક બાંધકામ વિભાગના અખત્યારમાં રહેલા રસ્તા સંપૂર્ણ ખરાબ થઈ જાય છે. ચોમાસામાં આ ચિત્ર ખાસકરીને દેખાય છે. પરંતુ હાલમાં પણ આ રસ્તાઓ વ્યવસ્થિત નથી હોતા.
કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા ક્ષેત્રમાંના રસ્તાઓની લંબાઈ ૫૩૨ કિલોમીટર છે.તે પૈકી૩૮૨ કિલોમીટરના રસ્તા આ શહેરોમાં છે.બાકીના ૧૫૦ કિલોમીટર ના રસ્તાઓ ૨૭ ગામોમાં છે. ૫૩૨ કિલોમીટર રસ્તાઓ પૈકી કેટલાક રસ્તાઓ કૉક્રીટી કરણ થયેલા છે.ડામ્બરના રસ્તાઓની માફક કૉક્રીટી રસ્તાનો સ્તર સરખો ન હોવાથી તે ચઢ ઉતર વાહનચાલકો માટે ત્રાસદાયક ઠરે છે. ઠેર ઠેર બેસાડવામાં આવેલા પેવ્હરબ્લોક કેટલાક ઠેકાણે થી ઉખડી ગયા છે તે જગ્યા ખાડાઓએ લીધી છે.તેથી કૉક્રીટી રસ્તાઓ પરથી પસાર થવુ મુશ્કેલ બન્યું છે.
નિયમો ન પાળવા,વધુ ઝડપથી વાહન ચલાવવું, દારૂ પીને વાહન ચલાવવું આ મુખ્ય કારણો અકસ્માત પાછળ ના હોવા છતાં ખામી ભર્યા રસ્તાના બાંધકામો, ખરાબ અને ખાડાવાળા રસ્તાઓને લીધે અકસ્માતોનુ પ્રમાણ વધી રહ્યું છે.રસ્તાપર ઝેબ્રા ક્રોસિગ પટ્ટા, વાહનોના ટ્રેક, સિગ્નલ યંત્રણા,ગતિરોધકોનુ પ્રમાણ કેવુ હોવુ,તેના પણ નિયમો છે પરંતુ આ નિયમો ધાબે ચઢાવેલા હોવાનુ આ રસ્તાઓની હાલત પરથી જણાય છે.



