Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ચાર દિવસમાં વારંવાર લાઈટ ગુલ, વિજળી કર્મચારીઓ ને લાડુ વિતરણ કરી બદલાપુરના ત્રાસેલા નાગરિકોનુ અનોખુ આંદોલન


બદલાપુરમાં છેલ્લા ઘણા મહીનાઓથી તાંત્રિક બગાળને લીધે વિજળી નો પુરવઠો ખંડિત થવાના બનાવો વધી ગયા છે. તેમાં ગત ચાર દિવસથી સતત કલ્લાકો સુધી વિજળી પુરવઠો ખંડિત થતાં નાગરિકોને વિજળી વગર રહેવું પડ્યું. તેથી નાગરિકોએ મહા વિતરણના કર્મચારીઓ ને લાડુ વિતરણ કરી એક અનોખા પ્રકારનુ આંદોલન કર્યું અને મહા વિતરણ કંપની ના બેદરકારી ભર્યા કારભાર વિશે રોષ વ્યક્ત કર્યો. 

શુક્રવારે બપોરે સાડા બાર વાગ્યાના સુમારે શિરગામ ભાગમાં રહેનારા રુદ્રદત્ત પાંડે અને તેમના સહકારીઓ ખરવઈ ખાતેની મહાવિતરણની બદલાપુર પૂર્વની કચેરી જઈને આ અભિનંદન આંદોલન કર્યું. તે સમયે પાંડેએ મહા વિતરણ કચેરીના પ્રવેશદ્વાર પાસેના સુરક્ષા રક્ષકથી લઈ કચેરીમાં ઉપસ્થિત કર્મચારીઓને લાડૂનુ વિતરણ કર્યું. કર્મચારીઓને શાલ તથા પુષ્પ ગુચ્છ આપી તેમનો સત્કાર કર્યો. બદલાપુર પૂર્વ તરફના કાત્રપ, શિરગામ ભાગમાં ગયા કેટલાક મહિનાઓથી અવાર નવાર વિજળી ગુલ થવાનો શિલશિલો શરૂ છે.તેમા મંગળવારથી સતત ચાર દિવસ તાંત્રિક બગાળના નામે વિજળી પુરવઠો ખંડિત કરવામાં આવતો હોવાને લીધે ઉનાળામાં સખત ગરમીમાં લોકો પરેશાન છે ત્યારે નાગરિકોને આવો ત્રાસ સહન કરવાનો વારો આવ્યો છે. મેણબત્તીના પ્રકાશમાં પરશેવાથી રેબઝેબ રાત કાઢવી પડે છે.આ વિશે નાગરિકો અત્યાર સુધી સોશ્યલ મીડિયામાં રોષ વ્યક્ત કરતા હતા પરંતુ વિજળી ગુલ થવાથી હેરાન પરેશાન નાગરિકો હવે આંદોલનનો માર્ગ અખત્યાર કરી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads