મશિદોપરથી ૩ મે સુધી લાઉડસ્પીકર નહીં ઉતરેતો લાઉડસ્પીકર લગાવી હનુમાન ચાલીસા પઠણ કરીશું, એવી ચેતવણી મનસેએ આપતાં થાણા પોલીસે સાઉન્ડ સિસ્ટમ ભાડે આપનારા તેમજ વેચાણ કરનારા વેપારીઓને પોલીસ સ્ટેશનમાં બોલાવી તેમની હાજરી લીધી. સાઉન્ડ સિસ્ટમ કોઈને ભાડે આપોતો તેની માહિતી આપવાનો આદેશ પોલીસે આપ્યો છે. જ્યારે સાઉન્ડ સિસ્ટમ લઈને જનારા મનસે સૈનિકોની માહિતી આપવાથી દુકાનમાં ખટપટ તથા હંગામો થવાનો ભય સાઉન્ડ સિસ્ટમ આપવાવાળા વેપારીઓને લાગે છે.
રાજ ઠાકરેએ ગુડી પડવાના મેળાવડામાં મશિદો પરના લાઉડસ્પીકર પરથી હલ્લાબોલ કર્યો હતો, મનસેના આંદોલનની મુદત પુરી થવા આવી હોઈ રાજ્ય સરકારએ મશિદો પરના લાઉડસ્પીકર ઉતારવાનો નિર્ણય લીધો નથી. સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયનુ પાલન સરકાર કરાશે, પરંતુ સરકાર લાઉડસ્પીકર નિચે ઉતારશે નહીં એવુ ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલે જાહેર કર્યું છે.
આ સંદર્ભે થાણામાં સાઉન્ડ સિસ્ટમ વેચવાવાળા અને ભાડાપર આપવાવાળા વેપારીઓને થાણાનગર પોલીસે ગુરુવારે બોલાવ્યા હતા આવનારા કેટલાક દિવસોમાં જે વ્યક્તિ સાઉન્ડ સિસ્ટમ, લાઉડસ્પીકર ખરીદી કરવા અથવા ભાડાપર લેવા આવે તો તનુ નામ, સરનામું નોંધી રાખવુ એવુ પોલીસે અનિવાર્ય કરેલ છે. આ વ્યક્તિનુ આધારકાર્ડ, મોબાઇલ નંબર લીધા વગર લાઉડસ્પીકર આપવા નહીં એવી તંબી પોલીસે આપી. તેમના રહેવાશનુ એડ્રેસ લઈ તે પોલીસ ને આપવાનુ છે. કોઈ કેટલા સાઉન્ડ સિસ્ટમ લઈ ગયા તેની નોંધ રાખવી બંધનકારક છે. સાઉન્ડ સિસ્ટમ ભાડે આપનારા વેપારીએ તેનુ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું કે મનસેના કાયૅકરોએ તેમની માહિતી, આધાર કાર્ડ આપવાનો ઇન્કાર કર્યો છે, જ્યારે અમો તેમને દબાણ કરી શકતા નથી કાયદો હાથમાં લઈ તેઓ અમને અમારી દુકાનને ટાર્ગેટ કરી શકે છે તેથી પોલીસ અને મનસે સામ સામે બેસીને આનો ઉકેલ લાવવો જોઈએ. અમારા વેપારીઓને આ સંકટમાં ઘસેડશો નહીં એવુ વેપારી જણાવે છે.
મનસેએ આંદોલન જાહેર કર્યા બાદ પોલીસ આવા આદેશ આપતા હશે તો અમારે તેમને કહેવુ છે કે મશિદોપર લાઉડસ્પીકર લગાડતી વખતે પોલીસે આવી નોંધો લીધી હોતતો આજે આવી પરિસ્થિતિ નિર્માણ ન થઈ હોત. કોણ લાઉડસ્પીકર લઈ જાય છે તેની નોંધ રાખવાનુ દબાણ મહારાષ્ટ્ર સરકાર કરતી હશે તો તેના જેવી કોઈ આ દેશમાં દુર્દશા નથી. અમારા લાઉડસ્પીકર ગણો છો તે પ્રમાણે મશિદો પરના લાઉડસ્પીકર ગણી લ્યો. તેનુ પરિણામ ૩ મે પછી સરકાર ને ભોગવવુ પડશે એવુ મનસે થાણા જિલ્લા અધ્યક્ષ અવિનાશ જાધવે જણાવ્યું છે.



