કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકામા સૂન્ય કચરા ઝૂંબેશ હેઠળ રસ્તા પરના કચરાને હટાવવાનો દાવો કરવામાં આવે છે ત્યારે બીજી તરફ ચોમાસા પહેલા નાળાં સફાઈ કામોની અત્યાર સુધીમાં શરૂઆત કરવામાં આવી નથી.આ કામો સંદર્ભે જાહેર કરવામાં આવેલ ટેન્ડર ને પ્રતિસાદ મળ્યો હોવાનું પ્રશાસન દ્વારા કહેવામાં આવે છે ત્યારે પ્લાસ્ટિક અને કચરાથી ઉભરાતી ગટરો અને નાળાંની સફાઈ ની શરૂઆત થશે ક્યારે એવો સવાલ કરવામાં આવી રહ્યો છે.
કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા તરફથી ચોમાસા માં કરવાના કામમાં નાળા સફાઈ,ગટર સાફ સફાઈ ના કામોને ખાસ મહત્વ આપવામાં આવે છે. ચોમાસા પહેલા, ચોમાસામાં અને ચોમાસા બાદ ત્રણ તબક્કામાં મોટા નાળાં, નાનાં નાળાં તેની સાથે સાથે ગટરોની સાફ સફાઈ ના કામો માટે કરોડો રૂપિયાના કાન્ટ્રાક્ટ આપવાની મંજૂરી મનપા તરફથી કરવામાં આવે છે.
દરવર્ષે કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવે છે છતાં ચોમાસામાં થતી અતિવૃષ્ટિમા શહેરમાં ના અનેક ભાગોમાં પાણી ભરાઈ જતાં હોવાનાં ચિત્રો ગયા કેટલાક વર્ષથી જોવા મળે છે. તેથી ખરેખર નાળાં સફાઈ ના કામો થાય છે કે? આ બાબતે શંકા ઉપસ્થિત થાય છે.
દરમ્યાન આ વખતે ચોમાસું એક મહિનામાં આવવાનું છે ત્યારે નાળાં સફાઈના કામોની શરૂઆત થઈ નથી. સાધારણ રીતે એપ્રિલના પહેલા, બીજા અઠવાડિયે ટેન્ડર પ્રક્રિયા પુરીકરી છેલ્લા અઠવાડિયામાં સફાઈ કામોની શરૂઆત થાય છે. પરંતુ હાલની સ્થિતિએ ઉપલ્બધ માહિતી મુજબ ટેન્ડર સંદર્ભે કાગળ પત્રોની ચકાસણીનુ કામ શરૂ છે એવી માહિતી મળી છે.
નાળાં સફાઈ કામોમાં નિવિદાઓને પ્રતિસાદ મળ્યો હોઈ કાગળો ની ચકાસણી કરવાનુ કામ શરૂ છે, એપ્રિલના બીજા અઠવાડિયેથી નિવિદા પ્રક્રિયાની શરૂઆત થાય છે ચકાસણી બાદ વહેલી તકે કામ શરૂ કરવામાં આવશે એવુ મહાનગરપાલિકાના મળ નિસારણ વિભાગના અધિકારી ઘનશ્યામ નવાંગુળએ જણાવ્યું.



