મળેલી માહિતી મુજબ ગુડ્ડન અમરસિહ ઠાકુરે ૨૦ એપ્રિલ, ૨૦૨૨ના રોજ ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો ૪ વર્ષનો પુત્ર તેના ઘરની સામે રમતી વખતે ગુમ થઈ ગયો હતો. એક તરફ પોલીસ તપાસ ચાલી રહી હતી ત્યારે અંબરનાથ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અંબરનાથ ખાતે ઓર્ડનન્સ ફેક્ટરી કોલોનીમાંની ઝાડીમાં થી ૩ દિવસ બાદ એક અજાણ્યા છોકરાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની ઓળખ ઠાકુરના પુત્ર તરીકે થઈ હતી પોલીસે તપાસ કરતા ૧૬એપ્રિલ, ૨૦૨૨ના રોજ ઉતર પ્રદેશના રહેવાશી કંચન સિંહ સાથે ફરીયાદીનો નજીવો ઝઘડો થયો હતો. પોલીસને આ કેસમાં શંકા જતાં, તેઓએ કંચન સિંહની શોધ શરૂ કરી, જે ૨૧ એપ્રિલે પવન એક્સપ્રેસમાં ઘરે જઈ રહ્યો હતો. આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ સુનીતા રાજપૂત, પોલીસ કર્મચારીઓ વિષ્ણુ મોગરે, લક્ષ્મણ પંધારે અને ચંદ્રહાસ બોરસેની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ રેલવે સ્ટેશનથી આરોપીની ધરપકડ કરી હતી અને તેને ઉલ્હાસનગર પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા.
પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કર્યા બાદ, આરોપીને ૨૦ એપ્રિલે અંબરનાથના પશ્ચિમ ભાગમાં આવેલા ઓર્ડનન્સ ફેક્ટરી કોલોનીમાં એક એકાંત સ્થળે હનુમાન નગરમાંથી આઈસ્ક્રીમ આપવાની લાલચ આપીને ૨૦ એપ્રિલે સાંજે લગભગ ૫ વાગ્યે લઈ જવામાં આવ્યો હતો. ઉલ્હાસનગરમાં છોકરાએ ઘરે જવાનો પ્રયાસ કર્યા પછી, આરોપીએ તેનું ગળું દબાવી હત્યા કરી, તેની લાશને ઓડીનસકોલોનીની ઝાડીઓમાં છુપાવી દીધી અને તે ઉત્તર પ્રદેશ ભાગી ગયો. પકડાયેલા આરોપીને ન્યાયાલયમાં હાજર કરતાં તેને ૩૦ એપ્રિલ સુધી પોલીસ કસ્ટડી મળી છે.



