એક ૧૪ વર્ષની છોકરીને પ્રેમની જાળમાં ફસાવી, તેણીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ત્રાસ આપવામાં આવ્યો હતો. આરોપીની પશ્ચિમ બંગાળમાંથી પોલીસે ધરપકડ કરી છે.
પીડિતા છોકરી અંબરનાથ તાલુકાના નેવાલી વિસ્તારમાં રહે છે.તેની પાડોશમાં આરોપી મોહમ્મદ ઉર્ફે અલી રહે છે. લોકડાઉન દરમિયાન મોહમ્મદનો પીડિતા સાથે પરિચય થયો હતો ત્યારબાદ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણીનું ૨૦ જૂન, ૨૦૨૦ ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. પીડિતાના પિતાએ તે સમયે ફરિયાદ નોંધાવ્યા બાદ ઉલ્હાસનગરના હિલલાઇન પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ હિલલાઇન પોલીસ છેલ્લા બે વર્ષથી પીડિતા અને આરોપીને શોધી રહી હતી. આખરે ખબર પડી કે બંન્ને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં રહે છે. પોલીસની એક ટીમે આરોપી મોહમ્મદ શેખ અને પીડિત યુવતીની તેના બાળક સાથે ધરપકડ કરી છે.
બાળક અને આરોપીનો ડીએનએ તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવુ હિલ લાઈન પોલીસે જણાવ્યું હતું. આરોપી મોહમ્મદ શેખ પર શરૂઆતમાં અપહરણનો આરોપ હતો. તેના પર આજ ગુના હેઠળ બળાત્કાર અને પોક્સનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને ૨૬મી એપ્રિલે કોર્ટમાં રજૂ કરતાં તને ૩૦ એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.



