ચોમાસું શરુથયા પહેલાં મહાનગરપાલિકા એ જાહેર કરેલ અતિ જોખમી અને જોખમી ઈમારતોની યાદીમાં અનુક્રમે ૭૩ થી ૧૭૦ ઈમારતો છે. સૌથી વધુ ૪૫ અતિ જોખમી ઈમારતો નૌપાડા - કોપરી પ્રભાગ સમિતિમાંના કાયૅક્ષેત્રમાં આવેલ છે.પ્રભાગ પ્રમાણે શહેરમાંની અતિ જોખમી અને જોખમી ઈમારતોનો સરવે શરુ છે.તેની માહિતી કોકણ વિભાગીય કમિશનરની બેઠકમાં આપવામાં આવી.
ચોમાસામાં ઈમારતો તુટીપડી થનારી દુર્ઘટનાઓને ટાળવા માટે મહાનગરપાલિકા મારફત શહેરમાંની જોખમી અને અતિ જોખમી ઈમારતોનો સરવે કરવામાં આવે છે. વાગળે એસ્ટેટ,કલવા અને મુબ્રા આ ભાગોમાં મોટા પ્રમાણમાં ગેરકાનૂની બાંધકામો છે તેની સાથે સાથે નૌપાડા પરિસરમાંની અધિકૃત ઈમારતો જજૅરીત થઈ તુટી પડવાના આરે છે. તે પ્રમાણે આવી ઈમારતોનો સરવે બે પ્રકારે કરવામાં આવે છે.
સી-૧,સી-૨ એ, સી-૨ બી અને સી-૩ એમ ચાર તબક્કામાં ધોખાદાયક ઈમારતોનુ વર્ગીકરણ કરવામાં આવે છે.તેમાના સી-૧ એટલે અતિ જોખમી ઈમારતો માના રહેવાશીઓનુ અન્ય સ્થળે પુનર્વસન કરી તે ઈમારતોનુ બાંધકામ પાડવામાં આવે છે.
શહેરમાં ૭૩ અતિ જોખમી જ્યારે ૧૭૦ જોખમી ઈમારતો આવેલી છે. સૌથી વધુ એટલે ૪૫ અતિ જોખમી ઈમારતો નૌપાડા - કોપરી પ્રભાગ સમિતિ ક્ષેત્રમાં જ્યારે મુબ્રામા જોખમી ઈમારતોની સંખ્યા ૮૫ છે.


