Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

રિક્ષા ચાલકોની મનમાનીને લીધે પ્રવાસીઓ પરેશાન, મુંબઈની માફક અહી ફરીયાદ કરવા માટે હેલ્પલાઇન શરૂ કરવાની પ્રવાસીઓની માંગણી.


કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા વિસ્તારમાં રિક્ષા ચાલકો તરફથી પ્રવાસી ભાડૂ નકારવુ, મનમાની પધ્ધતિથી પ્રવાસીઓ પાસેથી ભાડૂ લેવુ, પ્રવાસીઓ સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરવું આવી ફરીયાદો વધી રહી હોઈ પ્રવાસીઓ અહી હેરાન પરેશાન થઈ ગયા છે.

રિક્ષાની અફાટ સંખ્યા, ટ્રાફીક યંત્રણા પર વધી રહેલો બોઝ, હતબલ આર.ટી.ઓ.તથા ટ્રાફીક પોલીસ એવુ ચિત્ર પ્રવાસીઓને દરરોજ અનુભવાય છે.   

આરટીઓની રિક્ષા પ્રવાસી ફરીયાદની હેલ્પલાઇન બંધ છે.થોડાક સમય પહેલાં કલ્યાણ આરટીઓ એ રિક્ષા પ્રવાસી હેલ્પલાઇન તરીકે વૉટ્સએપ નંબર જાહેર કર્યો હતો પરંતુ આ હેલ્પલાઇન નંબર પરિણામ કારક નથી તેથી રિક્ષા પ્રવાસીઓએ ફરીયાદ ક્યાં કરવી એવો સવાલ તેઓ કરે છે. સરકારે રિક્ષા પરમીટોને વગર શરતે ખુલ્લા કરતા રિક્ષા ચાલકોમાં અપ પ્રવૃતી વધી છે અને વગર લાયસન્સ, બેચ વગરના અલ્પવયના રિક્ષા ચાલકોનુ પ્રમાણ આ વ્યવસાયમાં વધ્યુ છે. 

મુંબઈ શહેરમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓની ટેક્સી પ્રવાસી ફરીયાદ નિવારણ હેલ્પલાઇન ઉપલ્બધ છે. ટેક્સી પ્રવાસીઓની ફરીયાદ તુરંત લઈ ટ્રાફીક પોલીસ અને આરટીઓ મારફત ફરીયાદની ખાત્રી કરી ટેક્સી ડ્રાઈવર પર કાર્યવાહી કરવામાં આવે છે. મુંબઈ શહેરમાં હેલ્પલાઇનની જન જાગૃતિ માટે સાર્વજનિક સ્થળોએ બોડૅ લગાડવામાં આવેલા છે.

મુંબઈ ટ્રાફીક પોલીસની માફક કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ સંયુક્ત રીતે રિક્ષા પ્રવાસી ફરીયાદ હેલ્પલાઇન શરુ કરે અને હેલ્પલાઇન નંબર સાર્વજનિક સ્થળોએ પ્રદર્શીત કરે એવી માગણી પ્રવાસીઓ કરી રહ્યા છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads