Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ઉલ્લાસ નગર મનપા વિસ્તારમાં ૧૪૭ ઈમારતો ધોખાદાયક, યાદી જાહેર કરવામાં આવી.

ઉલ્લાસ નગર મનપા ના બાંધકામ વિભાગ દ્વારા કુલ ૧૪૭ ધોખાદાયક ઈમારતોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. તેમાં ૨૩ ઈમારતો અતિ જોખમી હોઈ તે ખાલી કરાવવામાં આવી છે જ્યારે અન્ય ધોખાદાયક ઈમારતોમાં સેંકડો રહેવાશીઓ જીવ મુઠ્ઠી માં રાખીને રહે છે.

મહાનગરપાલિકાએ શહેરમાંની ઈમારતોનુ સર્વેક્ષણ કરીને ૧૪૭ ધોખાદાયક જાહેર કરી છે. ગયા વર્ષે ઈમારતનો સ્લેબ તુટી પડતાં બનેલી ઘટનામાં કાટમાળમાં દટાઈને ૧૨ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. કમિશનર ડૉ.રાજા દયાનિધીએ સુરક્ષા ઉપાય તરીકે ૧૦ વર્ષ જૂની ઈમારતોને નોટીસો આપી             

મહાનગરપાલિકાએ નિમેલા આરકીટેક મારફત ઈમારતનુ સ્ટૅબિલીટી પ્રમાણપત્ર રજૂ કરવા કહેવામાં આવ્યું હતું. તેમજ રાજ્ય સરકારે નિયુક્ત કરવામાં આવેલ સમિતિ ધોખાદાયક ઈમારતોના પુન: બાંધવા માટે વધારાનુ ચટઈ ક્ષેત્ર આપશે એવુ કહ્યું હતું. ચોમાસું આવવાની તૈયારી છે છતાં હજુ સરકારે નિમેલી સમિતિનો અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો નથી.

૧૯૯૨ થી ૯૫ દરમ્યાન રેતીનો પુરવઠો બંધ હતો ત્યારે શહેરમાં વાલવા રેતી અને પથ્થર ના ચુરાથી ઈમારતો બાંધવામાં આવી. તેજ ઈમારતો ધોખાદાયક થતાં તેના સ્લેબ તુટી પડતાં અનેકોના મૃત્યુ થયા.

દરમ્યાન,પ્રભાગ સમિતિ ક્રમાંક ૧ માં ૨૨,પ્રભાગ સમિતિ ક્રમાંક ૨ માં ૬૩, પ્રભાગ સમિતિ ક્રમાંક ૩ માં ૩૪,. જ્યારે પ્રભાગ સમિતિ ક્રમાંક ૪ માં ૨૮ એમકુલ ૧૪૭ ઈમારતો ધોખાદાયક છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads