ભિવંડી શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં આગ લાગવાની ધટનાઓ વધી ગઈ છે આજે એક ઓઈલ ડેપોમાં આગને કારણે લાખ્ખો રૂપિયા નુ નુકશાન થયાનો અંદાજ છે આગપર કાબૂ મેળવવામાં સફળતા મળી હોઈ, કોઈ જાનહાનિ થઈ નથી.આ ઘટના ભિવંડી તાલુકાના કાલ્હેર ખાતે ઓશિયા માતા કમ્પાઉન્ડમાંના કેમિકલ વેરહાઉસમાં બની હતી.
ભિવંડીમાં શુક્રવારે બપોરે એક ઓઈલ ડેપોમાં આગ લાગી હતી. આગ થોડી જ ક્ષણોમાં ભભૂકી ઉઠી હતી, જેના કારણે વિસ્તારમાં એક જ અફરા તફરી મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે આગનો ધુમાડો ૪૦ થી ૫૦ ફૂટની ઉંચાઈ સુધી ફેલાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ ભિવંડી મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડે ૭ થી ૮ પાણીના ટેન્કરો સાથે ૨ કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો.વેરહાઉસ નજીકના કેટલાક વાહનો પણ આ આગમાં બળીને રાખ થઈ ગયા હતા. ધટના સ્થળ પર કૂલિંગની કામગીરી ચાલી રહી હતી, જેમાં લાખો રૂપિયાનું તેલ અને કેમિકલ બળી ગયું છે.
આગમાં કોઈને ઈજા થઈ નથી અને આગનું કારણ હજુ જાણી શકાયું નથી. આગની જાણ નારપોલી પોલીસ સ્ટેશનમાં થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.



