કલ્યાણના બીએસયુપી પ્રોજેક્ટ મા દુકાનો અને ઘરો આપાવવાના નામે બોગસ એલોટમેન્ટ લેટરો આપી રૂપિયા ત્રણ કરોડ ૪૭ લાખ રૂપિયા છેતરપિંડી કરી હડપ કરનારા કલ્યાણમાં રહેતા સુરેશ દત્તારામ પવાર નામના ગઠીયાના વિરોધમાં બજાર પેઠ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
આ બાબતે મળેલી માહિતી મુજબ કાન્તિ લાલ શંકરલાલ ભાનુશાલી પાસેથી રૂપિયા બાર લાખ અને અન્ય લોકો પાસેથી મળી કુલ રૂપિયા ત્રણ કરોડ ૪૭ લાખ રૂપિયાની રકમ છેતરપિંડી કરી હડપ કયૉ હોવાની ફરીયાદ કરીયાણાના વેપારી કાન્તિલાલ શંકરલાલ ભાનુશાલી એ બજાર પેઠ પોલીસ સ્ટેશનમાં કરી છે.
કાન્તિલાલના કહેવા પ્રમાણે સુરેશ પવારે કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકાના બિ.એસ.યુ.પી પ્રોજેક્ટમાં દુકાનો અને ફ્લેટ અપાવવા માટે કલ્યાણ આસપાસના ભાનુશાલી તથા પટેલ સમાજના લોકો પાસેથી પૈસા લીધા હતા અને કડોમપાના એલોટમેન્ટ લેટરો તથા બી.એસ.યુ.પીના પ્રમાણ પત્રો આપ્યા હતા પરંતુ આ લોકોને નતો દુકાનો મળી નતો ફ્લેટ મળ્યા છેવટે પોલીસ ફરિયાદ કરતા આ વ્યક્તિએ બોગસ કાગળો આપી અમારી સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.આ બાબતે બજાર પેઠ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર નરેન્દ્ર પાટીલ એ ગુજરાત સમાચાર ને જણાવ્યું કે આરોપી સુરેશ પવાર હાલ માહિમમા બીજા ગુનામાં અટક છે તેને તાબામાં લઈ તપાસ કરવામાં આવશે.



