કલ્યાણના વેરટેક્સ ન્યુટન પ્રોજેક્ટ પ્રા.લિ.ના બિલ્ડર દ્વારા સૉલીટેર ગૃહ સંકુલમાં ગેરકાનૂની બાંધકામ કરવાના વિરોધમાં સોસાયટીના સભ્યોએ વિરોધ કરી મહાનગરપાલિકા તથા પોલીસને ફરીયાદ કરી છે એવુ સોસાયટીના સભ્યો નુ કહેવુ છે.
આ બાબતે મળેલી માહિતી મુજબ કેટલાક દિવસ પહેલાં અમારી સોસાયટીમાં બિલ્ડર મારફત ગેરકાનૂની બાંધકામની શરૂઆત કરી ત્યારે સોસાયટી એ આ બાંધકામ શેનુ છે તેની કાયદેસર પરવાનગી મહાનગરપાલિકા માથી લીધી છે કે અમારી સોસાયટીમાં કામ શરુ કરવા પહેલાં અમારી પરવાનગી કેમ ન લીધી આવા સવાલો કયૉ હતા. તેમ છતાં ખાડાઓ ખોદવા ના શરુ રાખવામાં આવતા સોસાયટી એ જનરલ સભા લઈ આ બાબતે ચચૉ કરતા સવુનુમતે આ બાંધકામ થોભાવવાનો નિર્ણય લીધો હતો.અને તે પ્રમાણે ખડકપાડા પોલીસ ને પત્ર પણ આપવામાં આવ્યો હતો અને બિલ્ડર એ તાતપુરતુ કામ રોક્યુ હતુ. ત્યારબાદ સોમવારના તા.૧૮-૦૪-૨૦૨૨ના રોજ બિલ્ડર એ પોલીસ ને બોલાવી અમારી સોસાયટીમાં ફરી કામ શરૂ કર્યું ત્યારે પણ અમારી સોસાયટીને કોઈ સૂચના કે પરવાનગી લીધા વગર કેટલાક માણસો બોલાવી દહેશત નિમૉણ કરીતેથી અમો તેનો વિરોધ કરી શક્યા નથી
બિલ્ડરે સોસાયટીને આપેલા પ્લાનમાં આવુ કોઈ બાંધકામની પરવાનગી નથી. સોસાયટી થયાને સાત વર્ષ વિતીગયા પરંતુ કન્વેન્સ કર્યું નથી. આટલા વર્ષો બાદ જબરદસ્તી થી બિલ્ડર અહી બાંધકામ કરે છે. મહાનગરપાલિકાના વૉર્ડ ઓફીસર ને લેખીત ફરીયાદ આપવા છતાં કોઈ કારવાઈ કરવામાં આવી નથી.આજ તા.૨૬-૦૪- ૨૦૨૨ ના રોજ પણ સોસાયટી ના સભ્યો તથા સદર બાંધકામ કરનારાઓ વચ્ચે અથડામણો થઈ હતી પરંતુ કઈ કારવાઈ કરવામાં આવી નથી આ બાબતે મનપા અથવા પોલીસ વિભાગ દ્વારા વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવેતો કોઈ અઘટિત ઘટના બનવાની શક્યતાઓ છે.
સોસાયટી તરફથી જયદીપ પરતોલે (Chairman), સચિન ગવાડે (Secretary), મયુર જૈન(Treasurer), વિવેક જોગલેકર, સંતોષ શેટ્ટી, પરાગ દાણી, છગનલાલ પટેલ, હર્ષદ પાટિલ, ડૉ. અર્ચના સોમણી, ભાવીકા શાહ, સંતોષ અડે, લીગલ એડવાઈઝર કે. ટી. જૈન, સાધના ગાઈકર, ડૉ. ભોપલે ભરત શેલાર, રશ્મીન ચંદારાણા, આશીષ પશૅવાણી, માતૅંડ નાઈક, શ્રી વાઘ, સુરેશ જૈન તથા અન્ય સોસાયટી મેંબરો ઉપસ્થીત હતા.




