મશિદોપરના લાઉડસ્પીકરના ભુગડાઓ ઉતરશે નહીં, તો હનુમાન ચાલીસા શરુ કરીશુ એવી ચેતવણી આપતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના થાણા જિલ્લામાં કેટલા પ્રમાણમાં આક્રમક ભૂમિકા લેછે,કેટલા સ્થળે તેમના આદોલનના પડગા પડે છે તેને ધ્યાનમાં રાખીને તા.૩ મે બાદ મશિદોપરના ભુગળાઓ બાબતે નિર્ણય લેવાનુ પોલીસ પ્રશાસને નક્કી કર્યું છે. એટલે રાજ્ય સરકારે તે પહેલા સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય મુજબ ભુગળાઓ ઉતારી લેવાની ભૂમિકા લેશે,તો પોલીસ ને મશિદોપરના ભુગળાઓ ઉતારી લેવા પડશે.
મુસ્લિમ ધર્મ માં નમાઝ અદા કરવાની એટલે કે પ્રાથૅના કરવાનો સમય નક્કી હોતો નથી તે સૂયૅની દિશા અને સ્થાનપ્રમાણે દરરોજ બદલાય છે.તેથી એકજ સમયે સર્વેને આ સમય સમજવા,આ લાઉડસ્પીકરના ભુગળાઓનો ઉપયોગ કરવામાં આવે છે એવુ આ ધમૅના જાણકારોનુ કહેવુ છે. બીજી તરફ ધ્વની પ્રદૂષણ નિયમ બધાને માટે સરખો છે તેમાં કોઈ ધમૅને છૂટ અપાઈ નથી.આ શિવાય ૨૦૦૫ માં સુપ્રીમ કોર્ટે રાત્રે ૧૦ વાગ્યા થી સવારે ૬ સુધી લાઉડસ્પીકર વાપરવા પર બંધી ફરમાવી હતી આજ નિયમ પકડીને મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ લીધેલી ભૂમિકા અંગે કરવુ શુ આ પ્રશ્ર્ન પોલીસ યંત્રણા સામે ઉભો છે.રાજ ઠાકરે એ તેમની ઉત્તરસભા થાણામાં લીધી હતી. શિવાય થાણા જીલ્લામાં મશિદોની સંખ્યા પણ વધુ છે.
થાણા પોલીસ કમિશનર હદમાં કુલ ૪૧૭ મશિદો છે સૌથી વધુ ૧૧૩ મશિદો એકલા મુસ્લીમ બહુસંખ્ય એવા મુબ્રા પરિસરમાં આવેલી છે.તેની પાછળ પાછળ ભિવંડી પરિમંડળમાં ૧૫૫ મશિદો આવેલી છે તેથી મશિદોપરના ભુગળાઓને સંરક્ષણ આપવું કે, ૩ મે બાદ મશિદોની સામે મનસે તરફથી હનુમાન ચાલીસા શરુ કરવામાટે લગાડવામાં આવનારા ભુગળાઓને સાંભળવા, એવો પ્રશ્ર્ન પોલીસ સામે ઉભો થયો છે. થાણાના ઉચ્ચ પદના અધિકારી આ બાબતે અધિકૃત રીતે બોલવાનુ ટાળા ટાળ કરે છે. ૩ મેના રોજ મુસ્લિમ ધર્મનો પવિત્ર તહેવાર રમજાન ઈદ આવે છે. મનસેએ પણ ખાસ તેજ દિવસથી આંદોલન કરવાની ચેતવણી આપી છે તેથી અહી ધાર્મિક તણાવ નિમૉણ થઈ શકે છે. તેથી આવા પ્રકારના કોઈ પણ સંધર્ષને ટાળવામાટે શુ કરી શકાય તેની ચકાસણી પોલીસ મારફત શરુ છે.આ માટે ખાસ કરીને પોલીસની ગુપ્તચર એજન્સીને કામે લાગાડી છે.તેના માટે મનસેની હલચલ તરફ પોલીસ ગોપનીય વિભાગ દ્વારા ઝીણવટભરી નજરથી પરિસ્થિતિનો ખ્યાલ રાખી રહી છે.
થાણામાં ૧૭૭, ભિવંડીમાં ૧૫૫, કલ્યાણમાં ૪૫, ઉલ્લાસનગરમાં ૨૨,વાગળે એસ્ટેટમાં ૧૮ મળી કુલ ૪૧૭ મશિદો થાણા પોલીસ કમિશનર વિસ્તારમાં આવેલી છે.



