Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

અકસ્માતગ્રસ્તોને મદત કરનારાઓને પુરસ્કાર, એક લાખ સુધીના મળશે ઈનામ

રસ્તા પર એકાદ અકસ્માત થતાં પોલીસ અથવા કાયદાના કુંડાળાની જંજાળના ડરથી મદત માટે કોઈ આગળ આવવા માગતુ નથી પરંતુ હવેઆવા પ્રકારે મદત કરનારાઓને કાયદાહેઠળ સંપૂર્ણ સંરક્ષણ મળવાનુ હોઈ, તેમને પાંચ હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીનુ ઈનામની યોજના લાગુ કરવામાં આવશે એવી માહિતી થાણા શહેર ટ્રાફિક શાખાના પોલીસ ઉપાયુક્ત બાળાસાહેબ પાટીલ એ શુક્રવારે આપી.

અનેક વખત સામાન્ય વ્યક્તિ અકસ્માતગ્રસ્તને મદતમાટે આગળ આવતો નથી. હવે અકસ્માતગ્રસ્તોને મદત કરનારાઓને સંરક્ષણ આપવામાટે કેન્દ્ર સરકારે ગુડ સમારીટન્સ આ કાયદો તૈયાર કર્યો છે. તેથી અકસ્માતમાં મદત કરનારાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. અકસ્માતગ્રસ્તોના જીવ બચાવવા માટે સુવર્ણ કલ્લાક પહેલા હોસ્પિટલમાં પહોંચાડતાં એક અથવા વધુ જખમીઓના જીવ બચાવતા પાંચ હજાર રૂપિયા રોકડા તથા પ્રમાણપત્ર આપવામાં આવશે. એક કરતાં વધુ વ્યક્તિઓએ મદતકરી હશે તો પુરસ્કાર ની પાંચ હજારની  રકમ સરખા પ્રમાણમાં વિભાગીને આપવામાં આવશે. એક કરતાં વધુ ના જીવ બચાવ્યા હશે તો પુરસ્કાર ની રકમ પ્રતી વ્યક્તિ પાછળ પાંચ હજાર રૂપિયા રહેશે,સૈથી યોગ્ય દસ ગુડ સમારીટન માટે રાષ્ટ્રીય પુરસ્કાર રહેશે. સંપૂર્ણ વર્ષભર પુરસ્કૃત થયેલ સવૉનુમતે આ નિવડ થશે તેમને પ્રત્યેકને એક લાખ નો પુરસ્કાર આપી ગૌરવ કરવામાં આવશે. 

આ ઉપક્રમ નો અમલ થાણા જિલ્લામાં શરુ કર્યો છે. સ્થાનીક પોલીસ સ્ટેશન, સરકારી જીલ્લા હોસ્પિટલ, ટ્રાફીક પોલીસ વિભાગ તરફથી આ ઉપક્રમનો અમલ કરવામાં આવશે. દરમ્યાન જખમીને સમયસર સારવાર ન મળતાં મૃત્યુ પામેલા ઓનુ પ્રમાણ અંદાજે ૭૦ ટકા છે.આ પ્રમાણ ઘટાડવા માટે તેમજ સમયસર જખમીઓને મદત મળી રહે માટે આ યોજના લાગુ કરવામાં આવી હોવાનું પોલીસ ઉપાયુક્ત પાટીલે જણાવ્યું.

રસ્તા પરના અકસ્માતોમાં જખમીઓને સમયસર દવાઓ અને સારવાર મળી રહેતા તેમના જીવ બચાવવા, માટે કેન્દ્ર સરકારે ગુડ સમારીટન્સને સન્માન પૂર્વક વ્યવહાર કરવા તેમજ તેમને કાયદેસર હક્કનુ સંરક્ષણ રાખવા બાબતે અધિસુચના જાહેર કરી છે. આ યોજના ને લીધે અકસ્માતોમાં ના જખમીઓને મદત કરવાની પ્રવૃત્તિમાં વધારો થશે અને  અકસ્માતોમાં થનારા મૃત્યુઓનુ પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થશે એવુ પોલીસ ઉપાયુક્ત બાળાસાહેબ પાટીલે જણાવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads