રાજ્યમાં કોલસાની અછતને લીધે વિજળીનુ લૉડ શેડિગની લટકતી તલવાર છે ત્યારે કલ્યાણ ડોમ્બિવલી માના ગ્રાહકોની તેમાથી છૂટકારો મળવાની શકયતા છે તેથી આ શહેરોમાંના અંદાજે પાંચ લાખ વિજળી ગ્રાહકોને મોટી રાહત મળવાની છે.
ડોમ્બિવલીના ગ્રાહકો વિજળી બિલોનુ ભરણુ કરવામાં રાજ્યમાં અવ્વલ નંબરે છે. મહા વિતરણના અ - વગૅમાઆ શહેરોનો વષૉનુવર્ષ સમાવેશ છે. જ્યારે કલ્યાણ પૂર્વ આવેલ મલંગગડ પટ્ટાને છોડતાં સર્વ ભાગો અને પશ્ર્ચિમ તરફના ભાગોમાં લૉડ શેડિગ નથી થવાના સંકેત મળ્યા છે.
ડોમ્બિવલીમા મહા વિતરણ ના ૧ લાખ ૯૦ હજાર ગ્રાહકો હોઈ તેમના દ્વારા મહિને અંદાજે ૩૦ કરોડ રૂપિયા વિજળી બિલો પેટે વસૂલ થવા અપેક્ષીત છે તે પૈકી સાધારણપણે સાત ટકા ગ્રાહકોને છોડતાં અન્ય ૯૩ ટકા ગ્રાહકો વિજળીના બિલો સમયસર ભરણુ કરે છે. અન્ય સાત ટકા ગ્રાહકોના અંદાજે દોઢ થી બે કરોડ રૂપિયાના વિજળી બિલો અનિયમિત હોય છે પરંતુ તેની પુરી ખાદ ભરાતી નથી એવુ મહા વિતરણ ના વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કર્યું.
કલ્યાણ પૂર્વના ૨ લાખ ૭૫ હજાર, જ્યારે પશ્ર્ચિમ ના ૧ લાખ ૬૦ હજાર વિજળી ગ્રાહકો છે. તે પૈકી પૂર્વ નામલંગગડ પટ્ટાના અંદાજે સાત હજાર ગ્રાહકો નિયમિત બિલ ભરણા કરે છે.બાકીના ગ્રાહકો વિજળી બિલોનુ ભરણુ કરતા નથી તેથી વસૂલાતમાં મોટી ખોટ પડે છે.તેથી ત્યાં લૉડ શેડિગ અટળ છે. સાધારણ રીતે ૫૮ ટકા કરતાં ઓછું વિજળી બિલોનુ ભરણુ થતાં તે ખોટ ભરપાઈ ન થવાના કારણે ત્યાં લૉડ શેડિગ થતુ હોવાનુ કહેવાય છે.
ડોમ્બિવલી આ શહેર કેટલાક વર્ષ પહેલાં વિજળી બિલોના ઓછા ભરણાને લીધે લૉડ શેડિગ થનારુ શહેર હતું. અહી સાત કલાક નુ લૉડ શેડિગ કરવામાં આવતુ હતુ.તે સમયે સરસકટ લૉડ શેડિગ કરવામાં આવતુ હતુ. નિયમિત વિજળી બિલો ભરનારા ગ્રાહકો ને તેનો ફટકો બેસતો હતો.પરિણામે વિજળી મળવાની ન હોયતો બિલો શા માટે ભરવા,આ પ્રવૃત્તિ વધવા લાગી હતી. રાજ્ય સરકારે ભાર નિયમનના સમય પત્રક વિજળી બિલો વસૂલાતથી જોડતાં ડોમ્બિવલી વાસીયોને મોટી રાહત મળી છે.



