ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરનુ સ્મારક લોકો માટે પ્રેરણા રૂપ બનશે એવુ શહેરી વિકાસ મંત્રી અને થાણે જિલ્લાના પાલક મંત્રી એકનાથ શિંદેએ સ્મારકના ભૂમીપૂજન સમારંભમાં કલ્યાણ ખાતે કહ્યું.
ગઈકાલે સાંજે કલ્યાણ પૂર્વના ડી વોર્ડ એરિયા ઓફિસ પરિસરમાં નિર્માણ થનાર ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારકના ભૂમિપૂજન સમારોહમાં પાલક મંત્રી એકનાથ શિંદેએ ઉપરોક્ત ઉદગાર કાઢ્યા હતા.આ સમારંભમાં કેન્દ્રીય પંચાયત રાજ્ય મંત્રી કપિલ પાટીલ, સાંસદ ડો.શ્રીકાંત શિંદે, ધારાસભ્ય ગણપત ગાયકવાડ, વિશ્વનાથ ભોઈર, બાલાજી કિનીકર, મ્યુનિસિપલ કમિશનર ડો. વિજય સૂર્યવંશી, સિટી એન્જિનિયર સપના કોલી-દેવનપલ્લી, તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ.આંબેડકરના સ્મારકને આધુનિક સુવિધાઓ પુરી પાડવા માટે કામ કરીએ, ભંડોળની ચિંતા ન કરો,એવુ શિંદે એ આ પ્રસંગે કહ્યું. ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્મારકની માફક છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકની દરખાસ્ત રજુ કરો અને તેના માટે પણ અમે ફંડ આપીશું તેમ પાલક મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના ઈતિહાસમાં આજનો દિવસ એક સુવર્ણ અક્ષરે લખાશે. અહી ડૉ.બાબાસાહેબ આંબેડકરનું અનેક સુવિધાઓ સાથેનું સ્મારક તૈયાર થશે અને તમામ લોકોને આ સ્મારકમાંથી પ્રેરણા મળશે તેવુ કેન્દ્રીય પંચાયત રાજ્ય મંત્રી કપિલ પાટીલે જણાવ્યું હતું.
કલ્યાણ પૂર્વમાં બાબાસાહેબનું સ્મારક માત્ર એક સ્મારક નહી પરંતુ તે એક વિચાર છે. ડો.આંબેડકર માને છે કે આંબેડકરના મૌલિક વિચારોને લોકો સુધી પહોંચાડવાનું મહત્વનું કાર્ય તે સ્મારક દ્વારા થશે. તેવુ સાંસદ ડૉ. શ્રીકાંત શિંદેએ જણાવ્યું. આ સમયે કલ્યાણ પૂર્વના ધારાસભ્ય ગણપત ગાયકવાડે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમના પ્રાસ્તાવિકમા મ્યુનિસિપલ કમિશનર ડો. વિજય સૂર્યવંશી એ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ કરાશે અને સમગ્ર મહારાષ્ટ્રમાંથી લોકો અહીં સ્મારક જોવા આવશે એવી આશા ડૉ.વિજય સૂર્યવંશીએ વ્યક્ત કરી હતી.
કમિશનર ડો.વિજય સૂર્યવંશીએ કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકાની બાગડોર સંભાળી ત્યારથી મહાનગર પાલિકામાંના કામનો વેગ વધ્યો છે એવુ સાંસદ ડૉ. શ્રીકાંત શિંદે કહી કમિશનર ડો.વિજય સૂર્યવંશીના વખાણ કર્યા હતાં.




