રિક્ષા ચાલકો તરફથી અવ્યાજબી ભાડુ આકારણી અનેદાદાગીરીના દશૅન સતત બનતા હોવાથી ગઈ કાલે કલ્યાણ રેલ્વે સ્ટેશન બહાર આર.ટી.ઓ. અને ટ્રાફીક શાખાએ મળી સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલ કાયૅવાહી માં ટ્રાફીક નિયમો ધાબે ચઢાવનાર ૬૬ રિક્ષા ચાલકો પર કાર્યવાહી કરી કુલ ત્રણ લાખ ૧૯ હજાર ૮૦૦ રૂપિયા નો દંડ વસૂલ કરવામાં આવ્યો.
રેલ્વે સ્ટેશન પરિસર બહાર કડોમપા દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ વિકાસ કામો શરૂ છે તેથી પરિસરમાં ટ્રાફીક જામ થયાનુ ચિત્ર જોવા મળે છે. એક તરફ વાહનોની સંખ્યા વધુ થઈ છે જ્યારે બીજી તરફ પરમીટનુ વિતરણ શરૂ હોવાથી રિક્ષા ઓનો પસારો વધી રહ્યો છે. રિક્ષા સ્ટેન્ડ પર રિક્ષા ઉભી કરી પ્રવાસી ભાડૂ લ્યો એવુ આવાહન પોલીસ વારંવાર કરે છે છતાં સ્ટેન્ડ બહાર રસ્તા માં ત્રણ ચાર અલગ અલગ લાઈન લગાવી ટ્રાફીક અડચણ ઉભી કરવાના બનાવો રિક્ષા ચાલકો તરફથી શરુ હોય છે તેથી ગઈ કાલે સવારે ૯ વાગ્યા ના સુમારે આર.ટી.ઓ.અને ટ્રાફીક પોલીસ તરફથી સંયુક્ત કાયૅવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કાયૅવાહી દરમિયાન ૩૫૦ રિક્ષા તપાસવામાં આવી તેમાં ગણવેશ ન પહેરવો, વધુ પ્રવાસીઓ ભરવા,બૅચ ન હોવો,વગર પરમીટે રિક્ષા ચલાવનારા રિક્ષા ચાલકો પર કાર્યવાહી કરી હોવાની માહિતી શહેર ટ્રાફિક ઉપશાખાના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ તરડેએ આપી.આગળ પણ આવી કાયૅવાહી શરૂ રહેશે તેવુ તેમણે જણાવ્યું.


