હાલમાં બધુજ સારુ ઑનલાઇન મળે છે ત્યારે દવાઓ પણ ઑન લાઈન વેચાણ ભરપૂર થાય છે તેમાં મહત્વનુ એકે ડૉક્ટર ની સલાહ વગર ગભૅપાત કરવો આ કાયદેસર ગુનો છે તેમ છતાં ગભૅપાતની દવાઓ ઑનલાઇન મળે છે.
ડૉક્ટર ની સલાહ લીધાવિના ગભૅપાતની દવાઓ ઑનલાઇન મંગાવી ગભૅપાત કરવામાં આવે છે. આ બાબત કાયદાને આવ્હાન આપનારી ઠરે છે ત્યારે આરોગ્યની દૃષ્ટિએ પણ ઘાતક હોઈ,તે જીવલેણ નીવડી શકવાની શક્યતા ને નકારી શકાતી નથી. કોઈ પણ બિમારીનુ નિદાન થયા બાદ બિમારી પર લાગનારી દવાઓ ડૉક્ટરની અધિકૃત પ્રિસ્કિપ્શન વગર આપી શકાય નહીં.
મેડિકલ સ્ટોર્સ માલિક પાસેથી બારોબાર અથવા પ્રિસ્કિપ્શન વગર દવાઓ આપી શકાય નહીં.પરંતુ વિવિધ કંપનીઓ દ્વારા તે શરુ એવા ઑનલાઇન બાજાર પર કોઈ નુ નિયંત્રણ કે અંકુશ નથી તેને લીધે આ પ્રકારો દિવસે દિવસે વધી રહ્યા છે તેથી બારોબાર દવાઓ આપવી જોખમી બની શકે છે તેવુ વૈદકીય વ્યવસાય સાથે સંકળાયેલા નિષ્ણાતો નુ કહેવુ છે.
.jpg)


