ડોમ્બિવલી ઈસ્ટના માનપાડા પોલીસના પોલીસ અધિકારી સુનિલ તરમાલેને બાતમી મળી હતી કે માનપાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દેસલે પાડા વિસ્તારમાં ગેરકાયદેસર ગાંજાનું વેચાણ, અવર જવર અને સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.
આ બાબતે માનપાડા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર શેખર બાગડેના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ અને ગુના શોધક ટીમના અધિકારીઓએ દેસલે પાડા ખાતે દરોડો પાડી ૫ કિલો ૯૦૦ ગ્રામ ગાંજો કબજે કર્યો હતો અને બે ઇસમો મયુર જાડકર અને અખિલેશ ધુલપને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તૂમની પાસેથી મળેલી માહિતી મુજબ માનપાડા પોલીસે એક ટીમ બનાવી અને શિરપુરમાંથી સુનીલ પાવરાની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા ૧ લાખ ૮૭ હજારની કિંમતના ગાંજાનો ખજાનો પકડી મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શેખર બગડેએ જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષિત લોકોને આ ગાંજો વેચવામાં આવતો હતો કે કેમ તેની તપાસ ચાલી રહી છે.



