Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણ ડોમ્બિવલી શહેરમાં હુમલા, લૂટમારની ઘટનાઓમાં વધારો, ધાતક શસ્ત્રોનો વપરાશ, પોલીસની ધાક થઈ ઓછી.

કલ્યાણ ડોમ્બિવલી શહેરમાં ગત કેટલાક દિવસોથી હુમલા, પ્રાણઘાતક હુમલા, મારામારીના બનાવો વધી રહ્યા છે. આ ઘટનાઓમાં લાકડીઓ,કાઠીઓ, સહિત ઘાતક હથિયારોનો વપરાશ બિન્દાસ કરવામાં આવી રહ્યો હોઈ હુમલાખોરોને પોલીસનો ઘાક રહ્યો નથી તેવુ દિન દહાડે બનતી ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે.



ભાજપ કાયૅકર મનોજ કટકેના ઉપર ૨૮ ફેબ્રુઆરી ના રોજ પ્રાણઘાતક હુમલો થયાની ઘટના બની હતી. પરંતુ હુમલાખોરો હજુ સુધી પકડાયા નથી. પૈસાની માગણી કરી એટલેતે આપ્યા નહી તેથી કલ્યાણ પૂર્વ માં લોકધારા વિસ્તારમાં રામચંદ્ર યાદવ નામના પાણી પુરી વાળાને મારઝુડ કરી તેને ચાકૂનો ધાક બતાવી વિશાલ ગવળી એ ગલ્લામાં થી રુપિયા ત્રણ હજાર લૂંટ ચલાવી હોવાની ઘટના કેટલાક દિવસ પહેલાં બની હતી. ૨૭ ફેબ્રુઆરીએ ડોમ્બિવલી માનપાડા પરિસરમાં ટુ વિલસૅ પર આવેલા બંન્ને એ રિવ્હોલ્વરનો ધાક બતાવી તેમજ મરચાની ભૂકી ફેકીને કિશોર કુમાર કારરા પાસેથી સવાપાચ લાખ રૂપિયાની રોકડ ચોરી લઈ ગયાની ઘટના બની હતી. આ ઘટનાઓ તાજી છે ત્યાં ગયા ચાર દિવસોમા આવા પ્રકારની હજૂ ચાર ઘટનાઓ બની છે.

કૈલાસ નગર પરિસરમાં પાણીની ટાંકી પાસે રવિવારે સવારે ૧૧ વાગ્યા ના સુમારે બિપીન મિશ્રાના ઉપર ચાર હુમલાખોરોએ શસ્ત્રોથી હુમલો કરી તેમની પાસેથી ૨ લાખ ૨૦ હજાર રૂપિયાના સોનાના દાગીના લૂટી લેવાની ઘટના બની. દારુ પીવા માટે પૈસા આપ્યા નહી એટલે શિવાજી વાકચૌરે ઉર્ફે શિવાએ  શંકર કાબળેના ગળાપર ચાકૂથી વાર કર્યા હોવાની ઘટના શુક્રવારે ઓક બાગ પરિસરમાં બની. આ ઘટનાઓને લઈને શહેરમાં દહેશતનુ વાતાવરણ છે.

ઉમેશ કારભારી આ વ્યવસાયે વાહન ચાલક હોઈ સોમવારે બપોરે સાડા બારના સુમારે સહજાનંદ ચૌક ખાતે તેની ગાડી પાસે એક અજાણી વ્યક્તિ આવી. સંબંધિત વ્યક્તિ એ તમારા પૈસા ગાડીના ટાયર નજીક પડ્યા છે એવુ તેમને કહ્યું તે પૈસા લેવા ગાડી નિચે ઉતર્યા ત્યારે ગાડીની પાછળ ની સીટ પર રહેલા રુપિયા ત્રણ લાખ ૫૦ હજારની રોકડ અને અન્ય કાગળોની રાખેલી બેગ તે વ્યક્તિએ ઉપાડી લીધી. આ બાબતે મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હોઈ પોલીસો ચોરટાને શોધી રહ્યા છે. આવી ઘટનાઓને લીધે નાગરિકોમાં ભયનુ વાતાવરણ છવાયુ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads