માનપાડા પોલીસે એવા લોકોની એક ટોળકીની ધરપકડ કરી છે જેઓ પૈસાદાર ખાતાધારકોની માહિતી મેળવીને તેમના એકાઉન્ટ નંબરના બોગસ ચેક બનાવીને પૈસા અન્ય ખાતામાં ફેરવી તેનો ઉપયોગ મોજ મજા કરવા કરવા માટે કરતા હતા. આ ટોળકીએ સમગ્ર દેશમાં આવા ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું છે. આ ગુનામાં સંડોવાયેલા સચિન પ્રકાશ સાલસ્કર (૨૯, રહે. વિરાર), ઉમર ફારૂક (૩૯, રહે. વિરાર), અનિલ ઓતારી (૩૩, રહે. વિરાર), મઝહર મોહમ્મદ હુસૈન ખાન (૪૦, રહે. વિરાર), હરિશ્ચંદ્ર કાશીનાથ કડવ (રહે. વિરાર), નીતિન દિલીપ શેલાર (૪૦, રહે. વાંગણી) અને અશોક બિહારીરામ ચૌધરી (૫૧, રહે. મહેશ એપાર્ટમેન્ટ, ગોગ્રાસવાડી, નામદેવ પથ, ડોમ્બિવલી-ઈસ્ટ) નો સમાવેશ થાય છે.
માનપાડા પોલીસે ઓક્ટોબર ૨૦૨૧ના રોજ કલ્યાણ-શીલ માર્ગ પર HDFC બેન્કની દાવડી શાખાના મેનેજર, ૪૫ વર્ષીય વિશાલ રામપ્રસાદ વ્યાસ દ્વારા નોંધાવેલી ફરિયાદ પર આઈપીસી કલમ ૪૬૭, ૪૬૮, ૪૬૯, ૪૨૦, ૫૧૧ અને ૩૪ હેઠળ કેસ નોંધ્યો હતો. આ ઘટનાની તપાસ કરતી વખતે ભાવેશ નામનો એક ગૃહસ્થ આ ગેંગને મોટા પૈસાદાર લોકોના બેંક ખાતાની માહિતી આપતો હતો.
ત્યારબાદ આ ટોળકીએ તે જ એકાઉન્ટ નંબરથી બોગસ ચેક બનાવ્યો અને ગ્રાહકની આબેહૂબ સહી કરી હતી. આ ટોળકીએ તમિલનાડુ, ગુજરાત અને કર્ણાટકમાં પણ આવી ચોરીઓ કર્યાની કબૂલાત કરી છે. અત્યાર સુધીની તપાસમાં આ આરોપીઓએ ૫૦થી વધુ બોગસ ચેક બનાવ્યા હોવાનું તારણ બહાર આવ્યું છે.
એડિશનલ કમિશનર દત્તાત્રય કરાળે, ડેપ્યુટી કમિશનર સચિન ગુંજાલ, એસીપી જે. ડી. મોરે , માનપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શેખર બગડેના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી શ્રીકૃષ્ણ ગોર, પોલીસ સ્ટેશનના જમાદાર સુરેન્દ્ર શિંદે, દીપક જગદાલેએ કેસ ઉકેલ્યો હતો.
ખાસ કરીને,હાથ ધરવામાં આવેલી તપાસમાં પોલીસ એ પણ આ આરોપીઓ ટીમવર્કથી કામ કરે છે તેવું તારણ બહાર આવ્યું છે. તે ખાતાધારકોની બેંક વિગતો, તેમના ખાતાપરનું બેલેન્સ, ખાતાધારકના હસ્તાક્ષરનો ફોટો વગેરે એકત્રિત કરવા માટે આ ટોળકી કાયૅરત હતી. ત્યારબાદ તે માહિતીના આધારે તેઓ નકલી ચેક બનાવતા હતા. એક સાદો ચેક લેવામાં આવ્યો અને એકાઉન્ટ નંબર ભૂંસી નાખવામાં આવ્યો અને નવો એકાઉન્ટ નંબર પ્રિન્ટ કરવામાં આવ્યો. ભેગી કરેલી માહિતીના આધારે, પછી ડુપ્લિકેટ્સ ચેક પર સહી કરવામાં આવી હતી. ત્યારપછી આ ચેકનો ઉપયોગ એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા મોકલવા માટે થતો હતો. પૈસા ટ્રાન્સફર કરવા માટે ડમી એકાઉન્ટનો પણ ઉપયોગ થતો હતો.
સપોની શ્રીકૃષ્ણ ગોર વધુ તપાસ કરી રહ્યા છે કે આ સાત લોકો દ્વારા અત્યાર સુધીમાં કેટલી કંપનીઓ, બેંકો અને વ્યક્તિઓને છેતરવામાં આવી છે.


