ઉલ્લાસ નગર મહાપાલિકાએ સન ૨૦૨૨-૨૩ માટે ૫૨૩.૨૦ કરોડનુ ઉત્પન્ન અને ૫૨૨.૪૨ કરોડનો ખર્ચ તેમજ ૭૮ લાખ પુરાન્ત દશૉવતુ અંદાજ પત્રક મહા પાલીકા કમિશનર ડૉ.રાજા દયાનિધીએ સ્થાયી સમિતિ સભાપતી ટોની સિરવાની ને રજૂ કર્યું છે. અંદાજ પત્રક માં પાણી વેરામાં અઢી ગણો વધારો સુચવ્યો હોવાથી નાગરિકો ઉપર તેનો બોઝ વધવાનો છે. પાણી વેરામાં થી ૫૨ કરોડનુ ઉત્પન્ન અપેક્ષીત ધરવામાં આવ્યું છે જ્યારે કોરોના માટે ૨૩ કરોડનો ફંડ રિઝર્વ કરાયો છે. ચૂંટણીઓ આવી રહી હોઈ પાણી વેરામાં કરાયેલા વધારાને લીધે નાગરિકો નારાજ થવાની પુરતી શક્યતાઓ છે અને સખ્ખત વિરોધ થવાની શક્યતાઓ વધી છે.
કમિશનર એ ગયા વર્ષના ખર્ચ અને ઉત્પન્ન મા મોટો ફરક હોવાની માહિતી આપી. ૫૨૩.૨૦ કરોડના ઉત્પન્ન મા સરકારી અનુદાનના ૪૩ ટકા માલમત્તા અને પાણી વેરામાંથી ૫૩ ટકા તેમજ અન્ય ૩ ટકા ઉત્પન્ન અપેક્ષીત ધરવામાં આવ્યું છે તેમાં સરકારનુ જીએસટી અનુદાન ૧૮૦ કરોડ સહિત માલમત્તા સર્વેક્ષણ બાદ વધારાના કરમાંથી ૪૧ કરોડ, ટાઉન પ્લાનિંગ વિભાગ તરફથી ૯૦ કરોડ,નવા ઉત્પન્ન સ્ત્રોત માથી ૯૦ કરોડ ઉત્પન્ન અપેક્ષીત છે. જ્યારે ખર્મ માં ૪૪ ટકા પગાર સહિતના પ્રશાસકીય ખર્ચ, જ્યારે ૫૨ ટકા શહેર વિકાસ અને અન્ય કામોમાં ખર્ચ થતો હોવાની માહિતી કમિશનર એ આપી.
તેમાં કમૅચારીઓના પગાર પેટે ૧૬૫.૩૧ કરોડ, એમ.આય.ડી.સી.નુ પાણી બિલ ૨૫.૪૦ કરોડ, શિક્ષણ મંડળ ૪૨ કરોડ, લોન પરત ચુકવણી ૮.૪૮ કરોડ, કચરો ઉપાડવા પેટે ૨૦ કરોડ, વિજળી વિભાગ ૧૧ કરોડ, તેમજ બાંધકામ તેમજ પાણી પુરવઠા વિભાગના ખર્ચ અપેક્ષીત છે. સુસજ્જ હોસ્પિટલ, ઈલેક્ટ્રીક બસ,સોલાર દિવા માટે જોગવાઇ કરી આરોગ્ય સેવા અને પયૉવરણ પર ભાર મુકવામાં આવ્યો છે.


