મનોરમા નગરમાં આવતા અશોકનગરમા બેઠી ચાલીઓ આવેલી છે અહી લોકો ની અવર જવર મોટા પ્રમાણમાં હોય છે નાના બાળકો ઘરની બહાર રમતા જણાય છે જ્યારે વરિષ્ઠ નાગરિકો ઓટાઓ પર બેઠેલા હોય છે. તેમાં આ ઠેકાણે ભટકતા કુતરાઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં વધેલી છે. આ કુતરા આવતા જતા લોકોપર ભૂકતા, તો કેટલીક વખત નાગરિકો ના હાથમાંની થેલી લઈને ભાગી જાય છે આ કુતરાઓની ટોળકીમાનો એક કુતરો ગયા કેટલાક મહિનાઓથી હડકાયેલો થયો હોઈ તે નાના બાળકો પર તરાપ મારે છે અત્યાર સુધીમાં આ કુતરાએ ચાર બાળકો પર તરાપ મારી બટકા ભર્યા છે.
આ કુતરા ક્યારે અને ક્યાંથી આવી અચાનક નાગરિકો પર હુમલા કરે છે. તેથી અશોક નગરમાંના નાગરિકોમાં આ કુતરા ઓની દહેશતથી ભયનુ વાતાવરણ ફેલાયું છે.
આ બાબતે અહીની જન વિકાસ વેલ્ફર સોસાયટી મારફત થાણા મહાનગરપાલિકામાં બે વખત ફરીયાદ કરવા છતાં અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
એક મહિના પહેલાં મહાનગરપાલિકા ના કમૅચારીઓ આ કુતરાને લઈ ગયા હતા પરંતુ થોડાક દિવસ પછી આ કુતરો ફરી આ ઠેકાણે જણાતા નાગરિકોમાં ભયનુ વાતાવરણ છવાયુ છે. તેથી પાલીકાના સંબંધિત વિભાગે તુરંત આ ગંભીર સમસ્યાની નોંધ લઈને તેને કાયમી ધોરણે તેને લઈ જઈ તેનો ઉકેલ લાવો તેવી માગણી અહીના નાગરિકો તરફથી કરવામાં આવી છે.આ કુતરો આ પરિસરમાં તો હજુ કેટલા લોકોને કરડશે તે કહી શકાશે નહીં તેથી નાગરિકોમા ભય ફેલાયો છે.


