માનપાડા પોલીસે ડોમ્બિવલીમાં ૩૩ વર્ષીય પરણેલી મહિલાની નિર્દયતાથી હત્યા કરીને તેના ઘરના સોફા કમ બેડમાં તેના મૃતદેહને છુપાવવાના આરોપ હેઠળ એક યુવાનની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સુધી પહોંચીને તેની ધરપકડ કર્યા બાદ હત્યાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ વિશાલ ભાઉ ઘાવટ (૨૫) તરીકે થઈ છે. મૃતકનું નામ સુપ્રિયા શિંદે (૩૩) છે.
મૃતક સુપ્રિયા, પતિ કિશોર શિંદે (૩૩) અને તેમનો ૧૦ વર્ષનો પુત્ર ડોમ્બિવલી પૂર્વમાં દાવડી ગામમાં આવેલી ઓમ રેસિડેન્સીમાં રહે છે. તેનો પતિ કિશોર મંગળવારે સવારે કામે ગયો હતો. તે સમયે સુપ્રિયા ઘરમાં એકલી હતી. જોકે, પતિ કિશોર સાંજે કામ પરથી ઘરે આવ્યો ત્યારે સુપ્રિયા ઘરમાં મળી નોહતી. જેથી તેણે તેના સંબંધીઓ પાસે શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તે ક્યાંય મળી નોહતી. મંગળવારે રાત્રે પતિએ પત્નીના ગુમ થયાની જાણ કરવા માનપાડા પોલીસ સ્ટેશન ગયા ત્યારે આરોપી યુવાન પણ તેમની સાથે ગયો હતો. આ દરમિયાન કેટલાક પડોશીઓ અને સંબંધીઓ શિંદેના ઘરે આવ્યા હતા. ઘરમાં સોફા જોતા જ તેને શંકા ગઈ.તેણે સોફો ખોલ્યો અને પહેલા સોફામાં સુપ્રિયાની લાશ મળી હતી.
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને તે દિવસે બપોરે મૃતકની પત્નીના ઘરની બહારથી એક ચપ્પલ મળી આવ્યું હતું. પોલીસે પાછળથી મૃતકના પતિને મોબાઈલ એપ દ્વારા વિવિધ પ્રકારના ચપ્પલ બતાવ્યા. તેણે એક ચપ્પલની ઓળખ કરી અને કહ્યું કે મૃતકના ઘરની બહારના ચપ્પલ ઉલ્લેખિત ચપ્પલ સાથે મેળ ખાય છે. ચપ્પલની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે મૃતકના પતિના મિત્ર વિશાલ ઘાવત આવા ચપ્પલ પહેરે છે અને પડોશના મકાનમાં રહે છે. જ્યારે પોલીસ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી હતી, ત્યારે એક ફૂટેજમાં આરોપી વિશાલનો એ જ લપસણો પગ જોવા મળ્યો હતો. જે બાદ પોલીસે આ માહિતીના આધારે શંકાસ્પદ તરીકે વિશાલની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી.
આરોપી વિશાલની ધરપકડ બાદ સઘન તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. વિશાલ સોમવાર, ૧૪ ફેબ્રુઆરીએ સવારે ૧૧ વાગ્યે મૃતક સુપ્રિયાના ઘરે ગયો હતો અને તેને કેટલીક પુસ્તકો વાંચવા આપી ગયો હતો. તે સમયે ઘરમાં તેનો ૧૦ વર્ષ નો પુત્ર હાજર હતો તેણે પુત્ર ક્યારે સ્કૂલ જાય છે તેની માહિતી લીધી હતી તે ઘરની બહાર ચપ્પલ રાખી ગયો હતો. ખાસ વાત એ છે કે આરોપી મૃતકના પતિનો મિત્ર હોવાથી તે અવારનવાર ઘરે આવતો હતો. જેથી મકાનના રહેવાસીઓને તેની પર શંકા નોહતી.
બપોરના સમયે મૃતકના ઘરે કોઈ ન હોવાની જાણ થતાં મંગળવાર ૧૫મી ફેબ્રુઆરીના રોજ આરોપી વિશાલ ફરીથી પુસ્તકો પહોંચાડવાના બહાને ૧.૩૦ કલાકે મૃતક સુપ્રિયાના ઘરે ગયો હતો. તે સમયે સુપ્રિયાનો પુત્ર શાળાએ ગયો હતો. એટલે તેનો ફાયદો ઉઠાવી આરોપીએ તેના ઘરમાં આવી સુપ્રીયા સાથે બળજબરી કરતાં, તેણીએ તેનો પ્રતિકાર કર્યો અને દરવાજા પર બૂમો પાડવાનું શરૂ કર્યું તે જોઈને આરોપી વિશાલે સુપ્રિયાનું માંઢુ દબાવીને તેને તેના ખિસ્સામાં નાયલોનની કેબલ કાઢી સુપ્રિયાના ગળામાં ફસાવીને તેની હત્યા કરી હતી. ત્યારપછી તે ઘરમાંના સોફાના પલંગમાં તેનો મૃતદેહ છુપાવીને ભાગી ગયો હતો. જો કે આ હત્યાનો ગુનો માત્ર ચપ્પલના કારણે જ બહાર આવ્યો છે અને ગુનાની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ પૌડવાલ કરી રહ્યા છે.


