થાણા મહાનગરપાલિકા ના અધિકારીઓને માહિતી અધિકાર કાયદાનો ડર લાગે છે એવી માહિતી માહિતી અધિકાર કાયદા હેઠળ બહાર આવી છે. ૨૦૨૦-૨૧ માં નાગરિકો એ માગેલી માહિતી નકારવાને કારણે અંદાજે ૨૧ અધિકારી ઓ ઉપર રાજ્ય માહિતી કમિશનરે દંડાત્મક કાયૅવાહી કરી છે.તેમા શહેર વિકાસ વિભાગના ચાર અધિકારીઓ ઉપર દંડ ફટકારવામાં આવ્યો છે.
મનસેના સંતોષ નિકમ એ થાણા મહાનગરપાલિકામાં માહિતી અધિકાર કાયદા અંતર્ગત માહિતી નકારનારા અધિકારીઓની તેમજ તેમનાપર દંડાત્મક કાયૅવાહી કરી હોયતોતેની માહિતી માગી હતી તે પ્રમાણે થાણામનપાના અસ્થાપન વિભાગે તેમને ઉપરોક્ત માહિતી આપી હતી.
તે પ્રમાણે શાસ્તી એટલે કે દંડાત્મક કાયૅવાહી અંદાજે ૫૩ પ્રકરણોની યાદી આપી છે.આ ૫૩ પ્રકરણમાં અંદાજે ૨૧ અધિકારીઓ ને શાસ્તી લગાડવામાં આવી છે તેમાં શહેર વિકાસ નાં સૌથી વધુ એટલે કે ૪,તેની સાથે સાથે અસ્થાપનાના ૨, વિજળી વિભાગ ના ૨, કાયૅકારી અભિયંતા ૨, ઔષધ વિભાગનો ૧, વૃક્ષ પ્રાધિકરણ ખાતાનો એક અધિકારીનો તેમાં સમાવેશ છે. આ શાસ્તીની રકમ ૨૫૦૦ થી લઈને ડાયરેક ૪૦ હજાર સુધી છે. તે પ્રમાણે બે લાખ ૮૫ હજાર રૂપિયા જેટલી રકમ થાય છે.
પોતાના હિત સંબંધ જોખમમાં ન મૂકાય તે માટે સરકારી કમૅચારીઓ તરફથી આ માહિતી અધિકાર કાયદા નુ અપમાન કરવામાં આવે છે.એવુ આ પ્રકરણો પરથી સ્પષ્ટ થાય છે આ અધિકારીઓએ માહિતી અધિકાર કાયદા નુ અપમાન કરવાથી તેમનાપર દંડાત્મક કાયૅવાહી કરી છે.
તેથી થાણા મહાનગરપાલિકા તેમજ કોકણ વિભાગીય કમિશનર ના સંકેત સ્થાન પર માહિતી નકારનારા અધિકારીઓ અને તેમના થયેલ દંડાત્મક કાયૅવાહી ના દંડ ની માહિતી જાહેર કરી દંડ ની રકમ અધિકારીઓ ના પગારમાથી કપાત કરવી એવી માગણી નિકમે કરી છે.


