કલ્યાણ ડોમ્બિવલીના સમાન્તર રસ્તા પર કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસના આદેશ થી દેશના પ્રખ્યાત ખેલાડીઓ, ક્રાંતિકારીઓ તેમજ પ્રતિષ્ઠિત રાજકીય નેતાઓના ચિત્રો દોરવામાં આવ્યા હતા. આ રસ્તાપરની ભિત ઉપરના રંગીન ચિત્રોને લીધે આ રસ્તાના સૌંદર્યમા વધારો થયો હતો.
પરંતુ ગઈ કાલે ડોમ્બિવલીની મહારાષ્ટ્ર એકીકરણ સમિતિના દિનેશ સાવંત સહિત તેમના સહકારીઓએ મોરારજી દેસાઈના ચિત્રપર કાળો રંગ લગાવી નિષેધ વ્યક્ત કર્યો હતો. આ બાબતે ટિળક નગર પોલીસે આ સમિતિના સભ્યોને તાબામાં લીધા હોવાનું જાણવા મળ્યું છે. મહારાષ્ટ્ર એકીકરણ સમિતિના આટલા વર્ષો પછી પણ ભૂતપૂર્વ વડાપ્રધાન અને થાણા જીલ્લાના ભૂતપૂર્વ કલેકટર મોરારજી દેસાઈના વિરોધની આ પ્રકારની ધટનાથી કલ્યાણ ડોમ્બિવલીમા અનેક વર્ષથી અહી વસતા ગુજરાતીઓએ નારાજગી વ્યક્ત કરી છે.


