આજે બપોરે લગભગ ૨ વાગ્યે કલ્યાણ શીલ રોડથી નવી મુંબઈ તરફ જઈ રહેલી નવી મુંબઈ મહાનગર પાલિકાના પરિવહન સેવા એન.એમ.એમ. ટી.ની બસ રૂનવાલ ગાર્ડન પાસે અચાનક આગ લાગી હતી. ડ્રાઇવરે ધ્યાન આપ્યું અને તરત જ મુસાફરોને બસમાંથી ઉતાર્યા. અને મોટી દુર્ઘટના ટળી હતી.
આગના કારણે બસને ભારે નુકસાન થયું હતું.આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. બસ બળીને રાખ થઈ ગઈ હતી, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.


